T-20 ક્રિકેટ ઇતિહાસમાં અનોખો મુકાબલો, માત્ર 6 રનનો લક્ષ્યાંક, બોલરે 1 રન આપી 5 વિકેટ ઝડપી
જો કે, નાના લક્ષ્યાંક સામે મલેશિયાના બન્ને ઓપનર ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયા હતા. પરંતુ ત્યાર બાદ બેટ્સમેનોએ કોઈ જ ભૂલ ન કરતા 1.4 ઓવરમાં 11 રન બનાવી જીત હાંસલ કરી લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવરસાદ બાદ જ્યારે મેચ શરૂ થાય ત્યારે ડકવર્થ લુઈસ મેથડના આધારે મલેશિયાને 8 ઓવરમાં 6 રનો લક્ષ્યાંક આપવામાં આવ્યો. ટી-20 ક્રિકેટ ઇતિહાસમાં અત્યાર સુધીનો આ સૌથી નાનો સ્કોર માનવામાં આવી રહ્યો છે.
આ મુકાબલામાં પ્રથમ બેટિંગ કરતા મ્યાનમારની ટીમે 10.1 ઓવરમાં 8 વિકેટ ગુમાવી માત્ર 9 રનનો સ્કોર બનાવ્યો હતો. તે દરમિયાન વરસાદના કારણે મેચ રોકવી પડી હતી પરંતુ જ્યાં સુધી વરસાદ શરૂ થાય તે પહેલાજ મ્યાનમારના 6 બેટ્સમેન ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયા હતા. મલેશિયા તરફથી પવનદીપ સિંહે પાંચ વિકેટ ઝડપી હતી.
ટેસ્ટ અને વનડે બાદ ક્રિકેટમાં ટી -20 એક રોમાંચક ફોર્મેટ બનીને ઉભરી આવી છે. અને આ ફોર્મેટમાં એક-એક ઓવરમાં રોમાંચ જોવા મળે છે. ત્યારે ક્રિકેટ ઇતિહાસમાં એક અનોખો મુકાબલો જોવા મળ્યો હતો. આઈસીસી વર્લ્ડ ટી-20 એશિયા રીઝન ક્વાલીફાયરમાં મ્યાનમાર અને મલેશિયા વચ્ચે રમાયેલી મેચ રોમાંચક નહતી પણ ચોંકાવનારી જરૂર હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -