મેક્સવેલ-બોલ્ટે એકસરખા બે અશક્ય કેચ પકડીને મુંબઈ ઈન્ડિયન્સને પછાડી દીધું, જાણો વિગત
જોકે, પોલાર્ડની વિકેટ બાદ પણ મુંબઇની જીતની આશા યથાવત હતી. કારણ કે રોહિત શર્મા (13) અને હાર્દિક પંડ્યાએ (27) છઠ્ઠી વિકેટ માટે 43 રન જોડ્યા હતા. પરંતુ અહી ફરી એકવાર મેક્સવેલ અને બોલ્ટની જોડીએ કમાલ કરી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દિલ્હી ડેરડેવિલ્સે મુંબઇ ઇન્ડિયન્સને હરાવીને પ્લેઓફમાં પહોંચવાના મુંબઇના સપનાને તોડી નાખ્યું હતું. દિલ્હીએ ચાર વિકેટના નુકસાન પર 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ 19.3 ઓવરમાં 163 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી.
મેચની 14મી ઓવરમાં હર્ષલ પટેલની ઓવરના પાંચમા બોલ પર રોહિતે લોગ ઓન પર શોર્ટ્ ફટકાર્યો હતો જેને મેક્સવેલે ઝડપી લીધો હતો પરંતુ અહીં પણ તે બાઉન્ડ્રરી બહાર જતા અગાઉ તેણે બોલ બોલ્ટ તરફ ફેંકી રોહિતને ચાલતો કર્યો હતો. એટલે કે મેક્સવેલ અને બોલ્ટની જોડીએ આ મેચમાં બે વખત કમાલ કરતા શાનદાર કેચ ઝડપી લીધા હતા.
એક સમયે એવું લાગતું હતું કે મુંબઇ આ મેચ સરળતાથી જીતી લેશે પરંતુ સંદીપ લામિછાને 10મી ઓવરના પ્રથમ બોલ પર કિરોન પોલાર્ડને આઉટ કરી બાજી પલટી દીધી હતી. પોલાર્ડે ફટકારેલો શોર્ટ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા મેક્સવેલે ઝડપી લીધો પરંતુ મેક્સવેલે સમતુલન ગુમાવી દીધુ અને તે બાઉન્ડ્રીની બહાર પડે તે અગાઉ તેણે બોલ ટ્રેટ બોલ્ટ તરફ ફેંકી દેતા પોલાર્ડને પેલેવિયન ભેગો કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -