World Cup 2019: ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર ગ્લેન મેકગ્રાએ કહ્યું- વર્લ્ડકપમાં આ ખેલાડી હશે ભારતનો ‘યુવરાજ’
abpasmita.in | 10 Jun 2019 02:39 PM (IST)
2011ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કરતાં ભારતને બીજો વર્લ્ડકપ અપાવાવમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં રમાઈ રહેલ 12મી વર્લ્ડકપમાં શરૂઆતથી જ ભારતને ખિતાબ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના મહાન ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ આ વાતનું સમર્થન કર્યું છે અને ભારતીય ટીમને પોતાની મનપસંદ ટીમમાંથી એક ગણાવી છે. મેકગ્રાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આ વખતે વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમ માટે એવી જ ભૂમિકા ભજવશે જેવી 2011 વર્લ્ડકપમાં યુવરાજ સિંહે ભજવી હતી. 2011ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કરતાં ભારતને બીજો વર્લ્ડકપ અપાવાવમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. એ વર્લ્ડકપમાં યુવરાજને મેનઓ ફ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે મેકગ્રાને ઈન્ટરવ્યુમાં પુછવામાં આવ્યું કે, આ વખતે ભારતીય ટીમને યુવરાજ સિંહની ખોટ વર્તાશે? તો મેક્ગ્રાએ કહ્યું કે, હાર્દિક પંડ્યા તે ભૂમિકા નિભાવી શકે છે, જે 2011માં યુવરાજ સિંહે નિભાવી હતી. ટીમમાં દિનેશ કાર્તિક પણ સારો ફિનિશર છે. જસપ્રિત બુમરાહ વન-ડે ક્રિકેટના સર્વશ્રેષ્ઠ બોલરમાંથી એક છે. તે અંતિમ ઓવરોમાં સારી બોલિંગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાએ આઈપીએલ 2019માં મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર બેટિંગ અને બોલિંગ કરી હતી.