નવી દિલ્હીઃ પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી કેનેડા ગ્લોબલ ટી-20 લીગમાં ધૂમ મમચાવી રહ્યો છે. તેણે બ્રેમ્પટન વોલ્વસ તરફથી રમતા એડમોન્ટન રોયલ્સ સામે 50 બોલમાં અણનમ 81 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે સાથી બેટ્સમેન અને તેના જ દેશના વહાબ રિયાઝને એવું કહ્યું કે સ્ટંપ માઇકે પકડી લીધું. આ વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ઈનિંગ દરમિયાન અંતિમ બોલ પર આફ્રિદીએ લોન્ગ ઓન તરફ શોટ ફટકારી એક રન લીધો હતો. વહાબ રિયાઝ બીજો રન દોડવા માંગતો હતો, જેને આફ્રિદીએ અટકાવ્યો હતો. વહાબે પૂછ્યું કે “લાલા બીજો રન લેવો છે?”. જેના પર આફ્રિદીએ કહ્યું, “પાગલ છે, બોલિંગ કોણ કરશે?”


આ બંને પાકિસ્તાની ખેલાડીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પૃથ્વી શૉ પર પ્રતિબંધ લાગતા ફરી એક વખત વાયરલ થયું આર્ચરનું 4 વર્ષ જૂનું ટ્વિટ, જાણો કોને લઈ કર્યું હતું ટ્વિટ

હાર્દિક પટેલે અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર થયા બાદ શું આપ્યું મોટું નિવેદન, જાણો વિગત