નવી દિલ્હી: લોકસભામાં કોણ ક્યાં કઇ સીટ પર બેસશે તેના માટે આજે લોકસભા અધ્યક્ષે ઓમ બિરલાએ નવી બેઠક વ્યવસ્થાને મંજૂરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહેલા નંબરની સીટ ફાળવવામાં આવી છે. તેમની સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ત્રીજા નંબરની સીટ ગૃહમંત્રી અમિત શાહને ફાળવવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને લોકસભામાં આગલી હરોળમાં એક સીટ ફાળવવામાં આવી છે. જે સરકારમાં તેમના વધતા કદનું મહત્વ દર્શાવે છે. પરિવહન મંત્રી નિતિન ગડકરી, કાયદામંત્રી રવિશંકર પ્રસાદ, ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, એચડી સદાનંદ ગૌડા પણ આગળની હરોળમાં સામેલ છે.



જ્યારે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 467 નંબરની સીટ પર બેસશે. જ્યારે સોનિયા ગાંધી 457 નંબરની સીટ પર અને કૉંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરી 458 નંબરની સીટ પર બેસશે.