ગ્રેમ સ્વાને જણાવ્યું કે, ગત ચેમ્પિયન ભલે હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર હોય પરંતુ તેમની રતમ હજુ પણ જૂની ઢબની છે. તેમણે જણાવ્યું કે, ન્યૂઝીલેન્ડની ટક્કર હજુ સુધી કોઈપણ મજબૂત ટીમ સાથે નથી થઈ. આ જ કારણે તેને મજબૂત ટીમનો દરજ્જો આપવો પણ ખોટું છે.
અત્યાર સુધી પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા ઉપર હોવા છતાં તે ફાઈનલમાં પહોંચે તેવી ગ્રેમને ઓછી આશા લાગી રહી છે. ઇંગ્લેન્ડ અત્યાર સુધી 4 મેચ રમી છે અને તેમાંથી 3માં જીત મેળવી છે. જ્યારે ભારત પણ 4 મેચ રમ્યું છે જેમાંથી 3માં જીત મેળવી છે અને એક મેચ વરસાદને કારણે રદ્દ થયો છે. પરંતુ હાલમાં બન્ને ટીમ પોતાની રમવાની ઢબમાં પરિવર્તન લાવી છે. આ જ કારણ છે કે ભારત અને ઇંગ્લેન્ડ 14 જુલાઈના રોજ ફાઈનલ રમવા માટે લોર્ડ્સ મેદાન પર એકબીજા સાથે ટકરાઈ શકે છે.