એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Dec 2019 09:28 AM (IST)
બે દિવસ પહેલા જ સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝાએ ભૂતપૂર્વ ક્રિકેટર અઝરૂદ્દીનના પુત્ર અસદ સાથે નિકાહ કર્યાં હતાં.
હૈદરાબાદ: ભારતીની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ત્રણ લાખ રૂપિયા માટે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનના પુત્ર મોહમ્મદ અસદુદ્દીન સાથે લગ્નગ્રંથીથી જોડાઈ હતી. લગ્ન બાદ બન્ને ઘરમાં પ્રવેશ મેળવવા માટે અંદર જઈ રહ્યા હતાં જોકે સાનિયા મિર્ઝાએ અનમ અને અસદને ઘરમાં પ્રવેશ મેળવવા દીધા નહતાં ત્યારે સાનિયાએ કહ્યું હતું કે, જ્યાં સુધી ત્રણ લાખ રૂપિયા નહીં આપો ત્યાં સુધી ઘરમાં પ્રવેશવા નહીં દવું. જાન અઝહરના ઘરેથી સાનિયા મિર્ઝાના ઘરે પહોંચી હતી. નિકાહની રસમનું આયોજન સાનિયા મિર્ઝાના ઘરે કરવામાં આવ્યું હતું. અસદ દુલ્હાની પોષાકમાં સજ્જ થઈને ગાડીમાંથી ઉતરીને ઘરની અંદર જઈ રહ્યો હતો. ત્યારે સાનિયા મિર્ઝાએ દુલ્હા અસદનો રસ્તો રોક્યો હતો. લગ્નમાં આ રસને છેકાઈની રસમ કહેવામાં આવે છે. આ રસમમાં દુલ્હનની બહેન દુલ્હાને દરવાજા ઉપર જ રોકે છે અને તેની પાસે નેગ માગે છે. બહેન અનમના લગ્નમાં સાનિયા મિર્ઝાને આ તક મળી હતી. મીડિયો રિપોર્ટ્સ પ્રમાણે, સાનિયા મિર્ઝાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં સાનિયાને પૂછવામાં આવે છે કે, તારે શું જોઈએ છે ત્યારે તેણે કહ્યું હતું કે, મારે ત્રણ લાખ રૂપિયા જોઈએ. એટલામાં જ કોઈનો અવાજ આવ્યો કે એક ઝીરો ઓછો કરી દો એટલે ત્રણ લાખની જગ્યાએ 30 હજાર રૂપિયા લઈ લો. જોકે સાનિયા આ માટે બિલકુલ તૈયાર નહોતી થઈ. જોકે ના છૂટકે દોઢ લાખ રૂપિયામાં આ સમજૂતી થઈ હતી. મજાક વચ્ચે પૂરી થયેલી આ રસમના અંતે ત્રણ લાખ રૂપિયાના બદલે દોઢ લાખ રૂપિયામાં રસમ નક્કી કરવામાં આવી હતી.