✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમની વધી ચિંતા, આ ગુજરાતી ક્રિકેટર થયો ઇજાગ્રસ્ત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Dec 2017 01:11 PM (IST)
1

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), મુરલી વિજય, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, રોહિત શર્મા, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, પાર્થિવ પટેલ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને જસપ્રીત બુમરાહ

2

દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં 5 ગુજરાતી ખેલાડીઓને ટીમમાં એક સાથે સ્થાન મળ્યું છે. ટેસ્ટ ટીમમાં જસપ્રીત બુમરાહનો પ્રથમ વખત સમાવેશ કરાયો છે. પુજારા, જાડેજા અને હાર્દિક ટેસ્ટ ટીમના નિયમિત સભ્ય છે, જ્યારે પાર્થિવની સ્ટેન્ડબાય વિકેટકિપર તરીકે ટીમમાં પસંદગી થઈ છે.

3

જયપુરમાં રમાતી બંગાળ-ગુજરાતની રણજી ટ્રોફી મેચ દરમિયાન વિકેટકિપિંગ કરતી વખતે 32 વર્ષીય પાર્થિવ એક બોલ વ્યવસ્થિત રીતે કલેક્ટ કરી શક્યો નહોતો. જેના કારણે તેની વચલી આંગળીમાં ઇજા થઈ હતી. બોલ વાગતાં જ તે મેદાન પર ઉંઘી ગયો હતો અને તેને તાત્કાલિક બહાર લઈ જવાયો હતો.

4

જયપુરઃ દક્ષિણ આફ્રિકાના મહત્વપૂર્ણ પ્રવાસ પહેલી ટીમ ઈન્ડિયાની ચિંતા વધી શકે છે. પ્રવાસ માટે વૈકલ્પિક વિકેટકિપર તરીકે ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવેલો ગુજરાતી ક્રિકેટર પાર્થિવ પટેલ રણજી ટ્રોફીની મેચ રમતી વખતે ઇજાગ્રસ્ત થયો હતો. બંગાળ સામેની મેચ રમતી વખતે ગુજરાતની ટીમના પાર્થિવની ડાબા હાથની આંગળીમાં ઇજા થઈ હતી. પાર્થિવની ઇજા કેટલી ગંભીર છે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. જોકે, ગુજરાતની ટીમના કોચ વિજય પટેલે પાર્થિવ ઝડપથી ફિટ થવાની આશા વ્યક્ત કરી છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમની વધી ચિંતા, આ ગુજરાતી ક્રિકેટર થયો ઇજાગ્રસ્ત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.