✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ધર્મશાલા વનડેમાં ભારતના નામે નોંધાયા આ 5 શરમજનક રેકોર્ડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Dec 2017 10:26 AM (IST)
1

ભારતીય ટીમે 16 રનમાં જ પાંચ વિકેટો ગુમાવી દીધી હતી. વન-ડે મેચોમાં ટોપ-5 દ્વારા આ સૌથી લોએસ્ટ સ્કોર છે. આ અગાઉ 1983ના વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ ભારતે 17 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

2

નવી દિલ્હીઃ ત્રણ મેચની વનડે સીરીઝના પ્રથમ વનડેમાં શ્રીલંકાએ ભારતને શરમજનક હાર આપી હતી. આ પહેલા ટીમ ઇન્ડિયાને શ્રીલંકા સામે મજબૂત માનવામાં આવતી હતી. તેનું કારણ છે ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયાનું શાનદાર પ્રદર્શન કરીને સીરીઝ પોતાના નામે કરી હતી. જોકે પ્રથમ વનડેમાં એક સમય એવો પણ આવ્યો જ્યારે લાગ્યું કે, ભારત પોતાના વન-ડે ઈતિહાસનો સૌથી નાનો સ્કોર નોંધાવે તેવો ખતરો પેદા થઈ ગયો હતો. તે સમયે ભારતે માત્ર 29 રન પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે સૌથી ઓછો સ્કોર શ્રીલંકા સામે (54 રન) જ નોંધાવેલો છે, ભારતે આ ઈનિંગમાં સૌથી નબળી બેટિંગને કારણે કેટલાક અણગમતા રેકોર્ડ્ઝ પોતાના નામે કર્યા. આગળની સ્લાઈડ્સમાં વાંચો, ભરતે બનાવેલા 5 શરમજનક રેકોર્ડ્ઝ....

3

વન-ડે મેચમાં 10 ઓવરમાં 2001 બાદ આ ભારતનો સૌથી ઓછો સ્કોર રહ્યો. અગાઉ 2003માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમ 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 16 રન જ બનાવી શકી હતી.

4

દિનેશ કાર્તિક ત્રણ ઓવર રમીને પણ ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો, આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ભારતીય બેટ્સમેન ત્રણ ઓવર રમ્યા બાદ શૂન્ય પર આઉટ થયો છે. અગાઉ આ શરમજનક રેકોર્ડ એકનાથ સોલકરના નામે હતો જે1974માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 17 બોલ રમીને શૂન્ય પર આઉટ થયા હતા.

5

પ્રથમ પાંચ ઓવર્સમાં 2001 બાદ ટીમનો આ પહેલીવાર સૌથી ઓછો સ્કોર નોંધાયો છે.

6

આ પાંચમી વાર એવું બન્યું જ્યારે ટોપના પાંચ બેટ્સમેનો ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા નહીં. છેલ્લા પંદર વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે. અગાઉ 2012માં ચેન્નાઈ ખાતે પાકિસ્તાન સામે ભારતીય ટીમની આવી હાલત થઈ હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ધર્મશાલા વનડેમાં ભારતના નામે નોંધાયા આ 5 શરમજનક રેકોર્ડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.