ગઈ IPLમાં સૌથી ઊંચા ભાવે ખરીદાયેલા કયા ગુજરાતી ક્રિકેટરને તેની ટીમે છૂટો કર્યો? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Nov 2018 12:53 PM (IST)
1
આ ઉપરાંત રાજસ્થાન રોયલ્સે ડાર્શી શોર્ટ, બેન લોઘલિન, હેનરીક ક્લાસેન, ડેન પીટરસન, ઝહીર ખાન, દુશ્મંથા ચમીરા, અનુરીત સિંહ, અંકિત શર્મા અને જતિન સક્સેના પણ ટીમમાં છૂટા કર્યા છે.
2
રવીન્દ્ર જાડેજાને તેની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સે યથાવત રાખ્યો છે. રાજસ્થાન રોયલ્સ ઉપર બે વર્ષનો પ્રતિબંધ મૂકાયા બાદ આ સમયગાળા દરમિયાન આઈપીએલમાં રાઈઝીંગ પૂના સુપરજાયન્ટ્સની ટીમ આવી હતી.
3
ટીમે જયદેવ ઉનડકટને 1.90 કરોડમાં ખરીદ્યો હતો. બે વર્ષ પૂના તરફથી રમ્યા બાદ રાજસ્થાન રોયલ્સની આઈપીએલમાં ગત વર્ષે રિ-એન્ટ્રી થઈ હતી. જોકે હવે રાજસ્થાન રોયલ્સે પણ જયદેવ ઉનડકટને છૂટો કર્યો છે.
4
રાજકોટ: ગત આઈપીએલમાં ખેલાડીઓની હરાજી દરમિયાન સૌથી ઊંચી કિંમતે જેની ખરીદી થઈ હતી તે મૂળ સૌરાષ્ટ્ર ટીમના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને આ વખતે ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સે ટીમમાંથી છૂટો કર્યો છે.