Gururaj Poojary wins a bronze medal for India : કોમવેલ્થ ગેમ્સમાં ભારત માટે બીજા મોટા સમાચાર સામે આવ્યા છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને પ્રથમ મેડલ મળ્યા બાદ બીજો મેડલ પણ મળ્યો છે. વેઇટ લિફ્ટિંગમાં મેન્સ 61 kg કેટેગરીમાં ગુરુરાજ પૂજારીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ પહેલા આજના દિવસે જ 55kg કેટેગરીની સ્પર્ધામાં ભારતના વેઇટ લિફ્ટર સંકેત સરગરે સિલ્વર મેડલ મેળવ્યો છે.
ગુરુરાજ પૂજારીએ 61 kg કેટેગરીમાં જીત્યો બ્રોન્ઝ
ભારતીય વેઇટલિફ્ટર ગુરુરાજ પૂજારીએ પુરુષોની 61 kg વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ બીજો મેડલ છે. આ મેચમાં ગોલ્ડ મેડલ મલેશિયાના મોહમ્મદ અંજીલે જીત્યો હતો. આ સાથે જ પાપુઆ ન્યુ ગિનીના મોરે બેઉ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા હતા.
ગુરુરાજ પૂજારીએ 269 કિલો વજન ઉઠાવીને મેડલ જીત્યો હતો. પૂજારીએ સ્નેચમાં 118 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 151 કિગ્રા વજન ઉપાડ્યું હતું. પૂજારી સતત બીજી કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.
ભારતને બીજા દિવસે બે મેડલ મળી ચુક્યા છે
ગુરુરાજ પૂજારી પહેલા, ભારતના યુવા લિફ્ટર સંકેત મહાદેવ સરગરે કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 55 કિગ્રા સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ભારતનું ખાતું ખોલ્યું હતું. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાનો 21 વર્ષીય સરગર ગોલ્ડ મેડલ જીતવા જઈ રહ્યો હતો પરંતુ ક્લીન એન્ડ જર્કમાં બે નિષ્ફળ પ્રયાસો બાદ તે એક કિલોથી ચૂકી ગયો.
મહાદેવ સરગરે 248 કિગ્રા (113 અને 135 કિગ્રા) વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો. મલેશિયાના મોહમ્મદ અનિકે ક્લીન એન્ડ જર્કમાં નવો સ્પોર્ટ્સ રેકોર્ડ બનાવીને કુલ 249 કિગ્રા વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
તેણે સ્નેચમાં 107 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 142 કિલો વજન ઉપાડ્યું. શ્રીલંકાની દિલાંકા ઇસુરુ કુમારાએ 225 કિગ્રા વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.