Sanket Sargar Wins Medal : કોમનવેલ્થ ગેમ્સમાંથી ભારત માટે મોટા સમાચાર સામે આવ્યા છે.  કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને પ્રથમ મેડલ મળ્યો છે. વેઇટ લિફ્ટિંગમાં 55kg કેટેગરીની સ્પર્ધામાં ભારતના વેઇટ લિફ્ટર સંકેત સરગરે સિલ્વર મેડલ મેળવ્યો  છે. 


 






બેડમિન્ટનમાં ભારતે પાકિસ્તાનને ધોઈ નાખ્યું
પીવી સિંધુએ તેની મહિલા સિંગલ્સ મેચમાં પાકિસ્તાનની માહુરને 21-7, 21-6થી હરાવી. ભારતે 3-0ની સરસાઈ સાથે બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. જોકે, બાકીની 2 મેચો પણ રમાશે. બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022ના પહેલા દિવસે, ભારતે બેડમિન્ટન મિશ્રિત ટીમ ઈવેન્ટ્સમાં પાકિસ્તાનનો સામનો કર્યો. ગત કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે આ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે આ વખતે પણ ભારતને મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યું છે.


કિદામ્બી શ્રીકાંત પણ જીત્યો હતો
ભારતીય ખેલાડીએ પહેલી ગેમમાં પાકિસ્તાનની જોડીને 21-9થી હાર આપી હતી. ભારતીય ખેલાડીઓ અશ્વિની અને સુમીતની જોડીએ પ્રથમ ગેમ જીતી હતી. ભારતીય ખેલાડીઓ અશ્વિની અને સુમીતે પાકિસ્તાનની જોડીને 21-9, 21-12થી હરાવી મેચ જીતી લીધી હતી. આ રીતે ભારતે 1-0ની લીડ મેળવી લીધી હતી. 





આ સિવાય ભારતના ટોચના શટલર કિદામ્બી શ્રીકાંતે મેન્સ સિંગલ્સમાં આસાન વિજય નોંધાવ્યો હતો. તેણે પોતાના પ્રતિસ્પર્ધીને 21-7થી હરાવ્યો.


પીવી સિંધુની આસાન જીત
પીવી સિંધુની જીત સાથે ભારતીય ટીમે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું હતું. જો કે આ અજેય લીડ છતાં બાકીની 2 મેચો પણ રમાશે. અગાઉ ભારતીય શટલર શ્રીકાંતે મુરાદ અલીને હરાવ્યો હતો. શ્રીકાંતે પુરૂષ સિંગલ્સની મેચમાં મુરાદ અલીને 21-7 અને 21-12થી હરાવ્યો હતો. સ્ટાર ભારતીય ખેલાડી પીવી સિંધુની સામે પાકિસ્તાનની માહુર શહજાદ હતી, પરંતુ તેણે આસાનીથી મેચ જીતી લીધી હતી.