ડેબ્યુ ટેસ્ટમાં ‘અણગમતો’ રેકોર્ડ બનાવનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો હનુમા વિહારી, જાણો વિગતે
ઉપરાંત હનુમા વિહારીએ ઓવલ ટેસ્ટમાં અન્ય એક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તેણે ડેબ્યુ ટેસ્ટમાં સતત બે બોલમાં બે વિકેટ ઝડપનાર બીજો ભારતીય ખેલાડી છે. બલવિંદર સિંહ સંધુએ પાકિસ્તાન સામે જાન્યુઆરી 1983માં આવો રેકોર્ડ બનાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિહારી પ્રથમ ઇનિંગ્સમાં અડધી સદી અને બીજી ઇનિંગ્સમાં ડક પર આઉટ થનાર પ્રથમ ભારતીય બેટ્સમેન છે. વિશ્વનાથ અને દેવાંગ પ્રથમ ઇનિંગ્સમાં શૂન્ય રને આઉટ થયા હતા અને બીજી ઇનિંગ્સમાં 50 પ્લસનો સ્કોર બનાવ્યો હતો.
હનુમા વિહારી ડેબ્યુ ટેસ્ટમાં 50થી વધારે રન અને ડક પર આઉટ થનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે. ગુંડપ્પા વિશ્વનાથ પોતાની ડેબ્યુ ટેસ્ટમાં આવો રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન હતા. તેણે 1969માં કાનપુરમાં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ઇનિંગ્સમાં ડક પર આઉટ થયા પછી બીજી ઇનિંગ્સમાં 137 રનની ઇનિંગ્સ રમ્યા હતા. જ્યારે દેવાંગ ગાંધી બીજા એવા ખેલાડી હતા જેના નામે આ રેકોર્ડ નોંધાયો છે. 1999માં મોહાલીમાં ડેબ્યુ ટેસ્ટમાં દેવાંગ પ્રથમ ઇનિંગ્સમાં ડક અને બીજી ઇનિંગ્સમાં 75 રન બનાવ્યા હતા.
નવી દિલ્હીઃ ઓવલ ટેસ્ટમાં ભારત વિરૂદ્ધ ડેબ્યૂ કરનાર યુવા બેટ્સમેન હનુમા વિહારીએ બીજી ઇનિંગમાં શૂન્ય પર આઉટ થવાની સાથે જ એક અણગમતો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પ્રથમ ઇનિંગમાં 124 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 56 રન બનાવનાર વિહારી બીજી ઇનિંગમાં શૂન્ય પર આઉટ થયો હતો. બીજી ઇનિંગમાં તેણે છ બોલનો સામનો કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -