ભારતીય ટીમમાં પસંદ થયેલા આ ક્રિકેટરના નામે અનોખો વર્લ્ડ રેકોર્ડ, વિરાટ કોહલી-સ્મિથને પણ છોડ્યા છે પાછળ
હનુમાની ફસ્ટ ક્લાસ ક્રિકેટમાં એવરેજ 59.79 રનની છે. બીજી ક્રમે સ્ટીવ સ્મિથ (57.27 રન) અને ત્રીજા સ્થાને પાકિસ્તાનનો ફવાદ આલમ (55.37 રન) છે. રોહિત શર્મા 54.71 રનની એવરેજ સાથે ચોથા સ્થાને અને વિરાટ કોહલી 54.58 રન સાથે પાંચમા સ્થાને છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિજય અને કુલદીપના સ્થાને પૃથ્વી શૉ અને હનુમા વિહારીને ટીમમાં લેવામાં આવ્યા છે. પૃથ્વી શૉનું નામ તો ખૂબ જાણીતું છે, પરંતુ હનુમાની પસંદગીએ ઘણાં લોકોને ચોંકાવી દીધા છે. તેનું કારણ એ છે કે હનુમાનું નામ લોકોએ સાંભળ્યું નથી અને અચાનક તેની પસંદગી થઈ ગઈ છે.
લંડનઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચોની સીરિઝમાં ભારતીય ટીમે બાકી રહેલી બે ટેસ્ટ મેચો માટે કેટલાક ફેરફાર કર્યા છે. ભારતીય ટેસ્ટ ટીમમાં પૃથ્વી શૉ અને હનુમા વિહારીને સમાવવામાં આવ્યા છે. પહેલી ત્રણ ટેસ્ટમાં રમનારા મુરલી વિજય અને કુલદીપ યાદવને પડતા મૂકાયા છે.
જો કે ક્રિકેટ વિવેચકોના મતે ઈંગ્લેન્ડની પિચો માટે હનુમા શ્રેષ્ઠ પસંદગી છે. હનુમા શાનદાર બેટ્સમેન છે અને રણજી ટ્રોફીની છેલ્લી બે સીઝનમાં તેણે સારા એવા રન પણ બનાવ્યા છે. જાણીને આંચકો લાગશે પણ ફસ્ટ ક્લાસ ક્રિકેટમાં હનુમાના નામે અત્યારે એવો વર્લ્ડ રેકોર્ડ છે, જેના વિશે મોટા ભાગના ક્રિકેટ ચાહકોને ખબર જ નથી.
અત્યારે વિશ્વમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા ક્રિકેટરોમાં સૌથી વધારે એવરેજ (ઓછામાં ઓછી 50 ઇનિંગ) હનુમાની છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એવરેજના મામલે હનુમા ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન સ્ટીવ સ્મિથથી પણ આગળ છે. સ્મિથ અત્યારે ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન અને વિરાટ કોહલી નંબર ટુ બેટ્સમેન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -