હનુમા-પ્રીતિરાજના લગ્નમાં 1500 જેટલા મહેમાન સામેલ થયા. પ્રીતિના શહેરમાં આ લગ્ન તેલુગુ રીતિ-રિવાજ મુજબ થયા. હનુમા વિહારે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર લગ્નની તસવીર શેર કરી.
વિહારીએ ફોટો પોસ્ટ કરતાં લખ્યું કે, તારા ચહેરા પર હંમેશા આ સ્માઈલ રહે તેનું વચન આપું છું. આઈ લવ યૂ. આપ સૌને પ્રેમ અને શુભેચ્છાઓ માટે આભાર.
ભારતીય ક્રિકેટ ટીમના ફિલ્ડિંગ કોચ આર શ્રીધર પણ આ લગ્નમાં સામેલ થયા. તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી બંનેના લગ્નની તસવીરો પણ પોસ્ટ કરી.
હનુમા વિહારીએ ગયા વર્ષે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તેઓએ સપ્ટેમ્બર 2018માં ઈંગ્લેન્ડની વિરુદ્ધ ધ ઓવલમાં પહેલી ટેસ્ટ રમી હતી. પહેલી જ મેચમાં તેણે અડધી સદી કરી હતી અને 56 રન કર્યા હતા. 25 વર્ષીય હનુમા અત્યાર સુધી 4 ટેસ્ટ રમી ચૂક્યો છે અને તેણે 23.85ની સરેરાશથી 167 રન બનાવ્યા છે. તેણે પાંચ વિકેટ પણ ઝડપી છે.