Happy Birthday Lionel Messi: આર્જેન્ટીના સ્ટાર ફૂટબૉલર લિયૉનન મેસીનો આજે જન્મ દિવસ છે, મેસી આજે પોતાનો 35મો જન્મ દિવસ મનાવી રહ્યો છે. માત્ર 35 વર્ષની ઉઁમરે આર્જેન્ટિયન ફૂટબૉલરે પોતાનુ એક આગવુ નામ બનાવી લીધુ છે. ખાસ વાત છે કે, હાલ તે પોતાની પત્ની-બાળકો અને મિત્રો સાથે વેકેશન એન્જૉય કરી રહ્યો છે.


તાજેતરમાં જ એક ઇન્ટરનેશનલ મેચમાં પાંચ ગૉલ ફટકારીને બધાને ફરી એકવાર પોતાની તાકાત બતાવી દીધી હતી. તેને પોતાની કેરિયરમાં પહેલીવાર આ કારનામુ કર્યુ હતુ, ફૂટબૉલ રેન્કિંગમાં 110માં સ્થાન પર રહેલા ઇસ્ટૉનિયા વિરુદ્ધ આર્જેન્ટિનાએ હમણાં જ એક મોટી જીત નોંધાવી હતી અને આમાં લિયૉનન મેસીનુ યોગદાન સૌથી મોટુ હતુ. લિયૉનન મેસીના નામે હવે 86 આંતરરાષ્ટ્રીય ગૉલ છે. લિયૉનન મેસીનો જન્મ 24 જૂન, 1987ના રોજ આર્જેન્ટિનાના રોઝારિયોમાં થયો હતો, તેનુ આખુ નામ લિયૉનન એન્ડ્રેસ મેસી છે. મેસીએ વર્ષ 2017માં તેની પ્રેમિકા એન્ટૉનેલા રોકોઝો સાથે લગ્ન કરી લીધા હતા, હાલમા બન્નેને ત્રણ બાળકો છે. કેરિયરની વાત કરીએ તો લિયૉનન મેસી હાલ પેરિસ સેન્ટ જર્મન એફી અને આર્જેન્ટિના નેશનલ ફૂટબૉલ ટીમમાંથી રમી રહ્યો છે. 


ખાસ વાત છે કે, મેસી આજકાલ પોતાની પત્ની એન્ટૉનેલાની સાથે વેકેશન એન્જૉય કરી રહ્યો છે. Ibizaમાં બન્ને પોતાના પરિવાર અને દોસ્તો સાથે પહોંચ્યા છે. ત્યાંની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.વળી, એન્ટૉનેલાએ પણ પોતાના સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. એન્ટૉનેલાએ આ તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, આ તસવીરમાં લિયૉનન મેસી ખુબ રૉમેન્ટિક દેખાઇ રહ્યો છે, તે બીચ પર વેકેશનનો આનંદ લઇ રહ્યો છે.  


લિયૉનન મેસી પોતાના પરિવાર અને સાથી ફૂટબૉલર Cesc Fabregasની સાથે વેકેશન મનાવવા ગયો છે. Fabregasનો પરિવાર પણ આ ટ્રિપનો ભાગ છે. બન્ને ખેલાડીઓ 60 હજાર પાઉન્ડ પ્રતિ વીકના હિસાબે એક યાટમાં રોકાયા છે.


એન્ટૉનેલાએ આ ટ્રિપની ચાર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, એક તસવીરમાં લિયૉનન મેસી પોતાના ત્રણેય દીકરાઓ સાથે દેખાઇ રહ્યો છે, તસવીરમાં બાળકો પણ ખુબ ખુશ દેખાઇ રહ્યાં છે. 


તસવીરમાં એન્ટૉનેલા બિકીની પહેરીને દેખાઇ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલી તસવીરમાં જોઇ શકાય છે કે તેને સ્કાઇબ્લૂ કલરની બિકીની પહેરેલી છે. વળી, લિયૉનન મેસી કલરફૂલ શૉર્ટ્સમાં દેખાઇ રહ્યો છે.