HBD Usain Bolt: તમે વીજળી જેવી સ્પીડ તો કહેવત સાંભળી જ હશે, પરંતુ અસલ જિંદગીમાં પણ દુનિયામાં આવો એક શખ્સ છે, જેનુ નામ છે ઉસેન બૉલ્ટ. જી હાં, ઉસેન બૉલ્ટ દુનિયાનો સૌથી ઝડપી દોડવીર છે. આજે ઉસેન બૉલ્ટ પોતાનો 36મો જન્મદિવસ મનાવી રહ્યો છે. ઉસેન બૉલ્ટ (Usain Bolt) ટ્રેક પર દોડતો હોય તો કોઇને આંખના પલકારોનો પણ મોકો નથી મળતો, કેમ કે કોઇ ઝપકી લે ત્યાં સુધીમાં તો તે ફિનિશ લાઇન પાર કરી ચૂક્યો હોય છે.


ઉસેન બૉલ્ટે ટ્રેક પર કેટલાય કીર્તિમાન સ્થાપિત કરી લીધા છે. આજના જ દિવસે એટલે કે વર્ષ 1986ના દિવસે જમૈકામાં તેનો જન્મ થયો હતો, આજે 36 વર્ષનો થઇ ચૂક્યો છે. 


ઉસેન બૉલ્ટના નામે છે આવા રેકોર્ડ - 
જમૈકાના આ દોડવીરના નામે 8 ઓલિમ્પિક ગૉલ્ડ (Usain Bolt Olympic Gold) છે, 11 વર્લ્ડ ચેમ્પીયનશીપ ગૉલ્ડ (Bolt World Championship Gold) છે, 6 IAAF વર્લ્ડ એથ્લીટ ઓફ ધ ઇયર ટાઇટલ, 4 Lauresus World સ્પોર્ટ્સમેન ઓફ ધ એવોર્ડ મળી ચૂક્યા છે.


ઉસેન બૉલ્ટને સૌથી સર્વકાલિન મહાન ફાસ્ટ દોડવીર કહેવામાં આવે છે, તેના નામે 100 મીટર (9.58 સેકન્ડ), 200 મીટર (19.19 સેકન્ડ) અને 4x100 મીટર રીલે (36.84 સેકન્ડ)નો વર્લ્ડ રેકોર્ડ છે. 


તે એકમાત્ર સ્પ્રિન્ટર છે જેને સતત ત્રણ વાર (2008, 2012, 2016)માં 100 મીટર અને 200 મીટરના ઓલિમ્પિક ટાઇટલ જીત્યા છે. 


તે એકમાત્ર એથ્લીટ છે જેના નામે 200 મીટર દોડમાં ચાર વર્લ્ડ ચેમ્પીયનશીપ ટાઇટલ જીતેલા છે.


કેરેબિયન ટાપુમાં રહેનારો આ દોડવીરનુ સપનુ સૌથી પહેલા પ્રૉફેશનલ ફૂટબૉલ રમવાનુ હતુ અને ઓસ્ટ્રેલિયાની એ-લીગ ટીમ સેન્ટ્રલ કૉસ્ટ મેરિનર્સ માટે ત્રણ મહિના રમ્યો હતો, પરંતુ બાદમાં તે દુનિયાનો સૌથી ફાસ્ટ દોડવીર બની ગયો.


આ પણ વાંચો.......... 


જનતા પર વધુ એક મોંઘવારીનો માર, અમૂલ બાદ બરોડા ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો


India Coronavirus Case : દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ઘટીને થયો એક લાખથી ઓછો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ


NTPC Recruitment 2022: આસિસ્ટન્ટ ઓફિસર માટે ભરતીની જાહેરાત, 1.20 લાખ રૂપિયા સુધી મળશે પગાર


CRIME NEWS: વડોદરામાં નરાધમ પિતાએ 16 વર્ષની પુત્રી પર 3 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, આખરે માતાએ...


Russia: પુતિનના જમણા હાથ એલેકઝાન્ડરની પુત્રીની હત્યા મામલે સામે આવ્યું યુક્રેનનું નામ, જાણો શું છે કનેકશન


Astrology Remedies: 17 સપ્ટેમ્બર સુધી આ રાશિના લોકોને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, રહો સતર્ક