આ ટ્વીટ બાદ ભજ્જીએ એક પછી એક ત્રણ ટ્વીટ કરી કંપની પાસેથી પોતાના બેટની જાણકારી માગી પણ આશરે 48 કલાક પછી પણ તેને પોતાનું બેટ ન મળી શક્યું.
હરભજને ઈન્ડિગોને ટેગ કરતા પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, કાલે મેં મુંબઈથી કોયમ્બતુર માટે ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટ નંબર 6E 6313માં મુસાફરી કરી હતી અને મેં જોયું કે મારી કિટ બેગમાંથી એક બેટ ગાયબ છે!! હું ઈચ્છું છું કે, આની વિરુદ્ધ એક્શન લઈને અપરાધીને શોધવામાં આવે. કોઈના સામાનમાં કોઈ વસ્તુ ઉઠાવી લેવી ચોરી છે… પ્લીઝ મારી મદદ કરો.
આ ટ્વીટનીની સાથે ભજ્જીએ CISF (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ)ને પણ ટેગ કરી, જે એરપોર્ટ્સ પર સુરક્ષા જવાબદારી સંભાળે છે. ભજ્જીની આ ટ્વીટ પર ઈન્ડિગોવાળાઓએ તરત જ રિપ્લાય કર્યું હતું અને આ મામલે તપાસ કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો. ઈન્ડિગોએ ટ્વીટ કર્યું, ‘શ્રીમાન (હરભજન) સિંહ આ જાણીને ખુબ દુ:ખ થયું. અમે આની તપાસ કરીને તમારો સંપર્ક કરીએ છીએ.
ત્યારબાદ ભજ્જીએ હાથ જોડનારા બે ઈમોજી બનાવતાં ‘પ્લીઝ ડૂ’ લખીને લખીને ઈન્ડિગોને તેને શોધવાની અપીલ કરી.
ભજ્જીને આજે પણ પોતાના બેટના કોઈ ન્યૂઝ ન મળ્યા તો તેણે વધુ એક ટ્વીટ કરતા લખ્યું, ‘મારી કિટ બેગમાંથી મારું બેગ ખોવાયા બાદ તમારા તરફથી હજુ કોઈ જાણકારી મળી નથી.