મેલબોર્નઃ ગઇકાલે રમાયેલી મહિલા ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ભારતીય મહિલા ટીમને ખિતાબી ટી20 મેચમાં 85 રનથી હાર આપીને પાંચમી વાર વર્લ્ડકપ ચેમ્પિયનનો તાજ પોતાના માથે પહેર્યો હતો.

ટીમના હાર બાદ વિસ્ફોટક ઓપનર શેફાલી વર્મા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી હતી, હવે સ્મૃતિ મંધાનાએ તેના રડવા પાછળનુ મોટુ કારણ આપ્યુ છે.

મહિલા ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા ભારતને દરેક મોરચે પરાસ્ત કરીને પાંચમી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યુ. હાર બાદ મંધાનાએ શેફાલીને રડવા પાછળનુ કારણ જણાવતા કહ્યું કે, શેફાલી રડી પડી હતી, કેમકે તેના દ્વારા ઓસ્ટ્રેલિયાની બેટિંગ વખતે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એલિસા હિલીને કેચ છોડ્યો હતો અને બેટિંગ દરમિયાન માત્ર 2 રન જ બનાવી શકી હતી. શેફાલી પોતાના ખરાબ પ્રદર્શનના કારણે રડી પડી હતી.



ઉલ્લેખનીય છે કે, 16 વર્ષીય બેટ્સમેન શેફાલીએ મહિલી ટી20 વર્લ્ડકપમાં પોતાની દમદાર બેટિંગથી બધાને ચોંકાવી દીધા હતા. જોકે, ફાઇનલમાં પરફોર્મન્સને લઇને સવાલો ઉઠ્યા હતો.