મુંબઈઃ ભારતને 200નો ટી20 વર્લ્ડકપ અને 2011નો આઈસીસી વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ઓલરાઉન્ડર યુવરાજ સિંહે સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જે બાદ તેની સાથે સંકળાયેલા વર્તમાન અને પૂર્વ ક્રિકેટરો કિસ્સા શેર કરી રહ્યા છે.  ટીમ ઈન્ડિયામાં લાંબા સમય સુધી યુવરાજના સાથી રહેલા ઓફ સ્પિનર હરભજરન સિંહે સ્પોર્ટ્સ વેબસાઇટ ક્રિકઇન્ફો પર લખેલા લેખમાં આવા જ યાદગાર કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે.

હરભજને લખ્યું તે, પટિયાલામાં અમે અંડર-16ના ક્રિકેટરો રમતા હતા ત્યારે યુવરાજ આવીને કાર પાર્ક કરતો. તે મારુતિની ડીકી ખોલતો. તે સમયે યુવી અમારો DJ હતો, કારનું સ્પીકર ચાલુ કરતો અને અમે રોડ પર જ પંજાબી ગીતો પર ડાન્સ કરતા હતા. ઘરથી દૂર છોકરાઓની જેમ અમે મોજ કરતા હતા.

મેં હરભજન પહેલા જ ભારતીય ટીમ માટે રમવાનું શરૂ કર્યું હતું. હું જ્યારે પ્રથમ વખત ચંદીગઢ ગયો ત્યાં સુધીમાં ટીવી પણ ઘણો જાણીતો થયો હતો. લોકો મને ઓળખવા લાગ્યા હતા અને મારી પાસે આવતા હતા. એકવાર હું અને યુવરાજ એક રેસ્ટોરાંમાં બેઠા હતા ત્યારે રોઝ ડે હતો. એક છોકરી મારી પાસે આવી અને મને ગુલાબનું ફૂલ આપીને ચાલી ગઈ.

યુવરાજે કહ્યું- તને ગુલાબનું ફૂલ કેવી રીતે મળ્યું, દેખાવમાં તો હું સારો છું પરંતુ ફૂલ તને મળી ગયું. મેં હસતાં હસતાં કહ્યું યાર આમાં હું શું કરી શકું. હું ટીવી પર આવું છું એટલે ફૂલ મળ્યું હોઈ શકે. ત્યારે યુવરાજે કહ્યું ઠીક છે મને પણ એક વખત ટીવી પર આવવા દે, બાદમાં જોઈશું. આ પછી જ્યારે તેણે ભારતીય ટીમ માટે રમવાનું શરૂ કર્યું ત્યારે છોકરીઓમાં ખૂબ લોકપ્રિય થયો. તેનો દરેક દિવસ રોઝ ડે થઈ ગયો હતો.

વર્લ્ડકપ 2019: ભારત-ન્યૂઝીલેન્ડ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે વધુ એક માઠા સમાચાર, જાણો વિગત

યુવરાજે નિવૃત્તિ પહેલાં ક્યા મેદાનની ધૂળને માથે ચડાવી અને કોને ભેટીને રડી પડ્યો ? જુઓ વીડિયો


અમરેલીઃ જાફરાબાદના કિનારે 800 બોટો લાંગરી દેવાઇ, જુઓ વીડિયો