ભજજીએ કયા ખેલાડીની એક્શન જોઇને કહ્યું કે આ તો લફંગા બૉલિંગ છે, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતે હોંગકોંગને 26 રનથી ભલે હરાવ્યુ હોય, પણ ભારતીય બૉલિંગ એકસમયે એક વિકેટ માટે પણ તરસી રહી હતી. આ સમયે કેપ્ટન રોહિત શર્માએ કેદાર જાદવને બૉલ પકડાવી દીધો. જોકે, કેદાર જાદવના હાથે કોઇ વિકેટ તો ના લાગી પણ તેની બૉલિંગ એક્શન જરૂર ચર્ચામાં આવી ગઇ.
એશિયા કપની કૉમેન્ટ્રી કરતાં ભજ્જીએ કેદાર જાદવ પર ટિપ્પણી કરતાં કહ્યું કે, આ રીતની બૉલિંગ આપણે દિલ્હીની ગલીઓમાં જોઇએ છીએ, આ ઇન્ટરનેશનલ ક્રિકેટ વાળી બૉલિંગ નથી. હરભજને કહ્યું કે, આ તે ઓફ સ્પિનની બેઇજ્જતી છે, આને તો લફંગા બૉલિંગ જ કહેવાય.
ઉલ્લેખનીય છે કે, કેદાર જાદવ ઓફ સ્પિનર છે, પણ તેની એક્શન ક્યારેક ક્યારેક એવું લાગે છે કે આ શ્રીલંકન બૉલર લસિથ મલિંગા જેવી એક્શન છે.
નવી દિલ્હીઃ એશિયા કપનો જંગ શરૂ થઇ ચૂક્યો છે. એશિયા ઉપખંડની બે દિગ્ગજ ટીમો આમને સામને છે. ત્યારે પૂર્વ ભારતીય સ્પિનર હરભજનસિંહે ટીમ ઇન્ડિયાના સ્પિનર જાદવ પર ફન કર્યુ છે. તેને લફંગા બૉલિંગ એક્શન ગણાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -