નવી દિલ્હીઃ ભારતે સોમવારે પોતાના બીજા ચંદ્રયાનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. ISRO દ્વારા ચંદ્ર મિશન અંતર્ગત લોન્ચ કરવામાં આવેલ યાનની સફળતા બાદ દેશભરમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. જાણીતી સેલિબ્રિટીઝ પણ શુભેચ્છા પાઠવી રહ્યા છે. પીએમ મોદીએ આ ઘટનાને ઐતાહિસાક ગણાવી છે. ક્રિકેટ જગતથી લઈને ફિલ્મ જગત સુધી બધા ટ્વિટ કરીને દેશ અને ઈસરોને શુભેચ્છા પાઠવી રહ્યા છે.


જોકે આ બધાની વચ્ચે ભારતીય ક્રિકેટર હરભજને મજેદાર ટ્વિટ કર્યું છે. હરભજને આ ટ્વિટ દ્વારા પાકિસ્તાન પર જોરદાર કટાક્ષ કર્યો છે. હરભજને ટ્વિટ કરીને લખ્યું કે, ‘કેટલાક દેશોનાં ઝંડામાં ચંદ્ર છે અને કેટલાક દેશોનાં ઝંડા ચંદ્ર પર છે.’ હરભજને ઝંડાવાળા ટ્વિટમાં પાકિસ્તાનની સાથે સાથે તુર્કી, લીબિયા, ટ્યૂનિશિયા, અજરબૈજાન, અલ્જીરિયા, મલેશિયા, માલદીવ અને મૉરિટાનિયાનાં રાષ્ટ્રિય ઝંડાનો ઉપયોગ કર્યો છે. તો ચાંદ વગરનાં ટ્વિટમાં હરભજને ભારત, અમેરિકા, ચીન અને રશિયાનાં ઝંડાઓનો ઉપયોગ કર્યો છે.


હરભજને ઉપરાંત વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, વીવીએસ લક્ષ્મણ, મોહમ્મદ કૈફ અને વિરાટ કોહલીએ પણ ટ્વિટ કરીને અભિનંદન આપ્યા છે. જો કે આ તમામની વચ્ચે હરભજન સિંહની ટ્વિટ ફેન્સને ઘણી જ પસંદ આવી રહી છે અને ટ્વિટર પર અનેક ફેન્સે પ્રતિક્રિયા આપી છે.