કોહલી કરતા વધારે પ્રતિભાશાળી છે રોહિત, જાણો ક્યા ભારતીય ક્રિકેટરે કર્યુ આવું નિવેદન
રવિવારે વેસ્ટ ઈન્ડિઝ સામે ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વન ડેમાં રોહિત શર્માના અણનમ 152 અને વિરાટ કોહલીના 140 રનની મદદથી ભારતે 8 વિકેટે જીત મેળવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહરભજને કહ્યું કે, વિરાટના આંકડામાં છેલ્લા થોડા વર્ષોથી ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે. કોઈ તેની આજુબાજુ પણ નથી. કોહલી અને રોહિત બંને નંબર 1 પ્લેયર છે.
હરભજને રોહિતને કોહલી કરતાં સારો બેટ્સમેન ગણાવ્યો. તેણે કહ્યું કે જો હું રોહિત અંગે વાત કરું તો તેણે દક્ષિણ આફ્રિકામાં ડરબન ટ્રેક પર ટી20 વિશ્વકપમાં મોર્કેલની ઓવરમાં ત્રણ બાઉન્ડ્રી ફટકારી હતી. જેના પરથી હું સમજી ગયો કે તેનામાં વિશેષ પ્રતિભા છે. જો પ્રતિભાની વાત કરીએ તો રોહિત કોહલી કરતા ઉપર છે. પરંતુ વિરાટે આકરી મહેનત દ્વારા તમામને પાછળ રાખી દીધા છે.
વિરાટ લયમાં રમતો હોય ત્યારે તે તમને વિકેટ લેવાની બહુ ઓછી તક આપે છે. તે મોટાભાગના શોટ જમીન પર રમે છે. વિરાટ કોહલીની રમત દિવસેને દિવસે નીખરતી જાય છે અને તેને કેવી રીતે આઉટ કરવો તે કોઈ જાણતું નથી. જ્યારે તે રમવાનું બંધ કરશે ત્યારે તેના રેકોર્ડ કોઈ સરળતાથી તોડી નહીં શકે તેમ હરભજને કહ્યું હતું.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમમાંથી હાલ બહાર ચાલી રહેલો સ્ટાર ઓફ સ્પિનર હરભજન સિંહ પોતાને ક્રિકેટ પંડિત ગણાવી રહ્યો છે. હરભજને કહ્યું કે, રોહિત શર્મા અલગ સ્તરનો ખેલાડી છે. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા રમતા હોય ત્યારે કોણ શ્રેષ્ઠ તે નક્કી કરવું મુશ્કેલ છે. મારા માટે બંને નંબર 1 છે. જ્યારે તેઓ બંને સાથે રમતા હોય છે ત્યારે બંનેનું રમત પર પ્રભુત્વ હોય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -