નતાશા સ્ટેનકોવિક કોરોના વાયરસને લઈને સોશિયલ મીડિયા પર લોકોને જાગૃત કરી રહી છે. તેણે હાલમાં જ હાર્દિક સાથે પોતાની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ સાથે તેણે લખ્યું હતું કે, ઘરે રહો અને સુરક્ષિત રહો.
કોરોનાના ચેપની સંખ્યા વધતા 14 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. ક્રિકેટર્સ પણ સોશિયલ મીડિયા દ્વારા દેશવાસીઓને અને તેમના સમર્થકોને કોરોના સામે સતર્ક રહેવાની સલાહ આપતા રહે છે.
એક્ટ્રેસ નતાશાએ જે તસવીર શેર કરી તેમાં તે હાર્દિક સાથે જોવા મળી રહી છે. જોકે, તે સ્પષ્ટ નથી કે આ તસવીર હાલની છે કે જૂની. જોકે, નતાશાએ જે રીતે મેસેજ લખ્યો છે તે જોતા આ તસવીર હાલની હોય તેવું લાગી રહ્યું છે.
હાર્દિકે નતાશાએ શેર કરેલી તસવીર પર દિલની ઈમોજી સાથે રિપ્લાય કર્યો હતો. જ્યારે ટીમ ઈન્ડિયાના તેના સાથી અને મિત્ર લોકેશ રાહુલે પણ આવી જ ઈમોજી બનાવી હતી. નોંધનીય છે કે હાર્દિક પંડ્યાએ 1 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર નતાશા સાથે એક તસવીર પોસ્ટ કરીને બંનેએ સગાઈ કરી લીધી હોવાની જાણકારી આપી હતી.