Lockdown: વાંચનના શોખીનો માટે મોટી ભેટ, ફ્રીમાં પુસ્તક ડાઉનલોડ કરવાની સુવિધા આપી રહ્યું છે NBT
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Mar 2020 12:18 PM (IST)
ટાગોર, પ્રેમચંદના પુસ્તક અને મહાત્મા ગાંધી પર આધારિત પુસ્તકો ઉપલબ્ધ છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ દરમિયાન લોકોને વાંચવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી નેશનલ બુક ટ્રસ્ટ (એનબીટી) પોતાના કેટલાક લોકપ્રિય પુસ્તકોને ફ્રીમાં ડાઉનલોડ કરાવાની સુવિધા આપી રહ્યું છે. ‘પુસ્તકોની સાથે ઘરે જ રહો’ પહેલ અંતર્ગત એનબીટીની વેબસાઈટ પર 100થી વધારે એવા પુસ્તક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જેને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. એનબીટી એચઆરડી મંત્રાલય અંતર્ગત આવતી એક સ્વતંત્ર સંસ્થા છે. એચઆરડી મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “હિંદી, અંગ્રેજી, અસમિયા, બાંગ્લા, ગુજરાતી, મલયાલમ, ઓડિયા, મરાઠી, કોકબોરોક, મિજો, બોડો, નેપાલી, તમિલ, પંજાબી, તેલુગુ, કન્નડ, ઉર્દૂ અને સંસ્કૃત ભાષાઓના પુસ્તક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેમાં ઉપન્યાસ, જીવનકથા, વિજ્ઞાન અને રિસર્ચ સંબંધીત પુસ્તકો સામેલ છે.” અધિકારીએ કહ્યું કે, “ટાગોર, પ્રેમચંદના પુસ્તક અને મહાત્મા ગાંધી પર આધારિત પુસ્તકો ઉપલબ્ધ છે. એટલે કે પરિવારમાં તમામ લોકો માટે પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ યાદીમાં હજુ બીજા પુસ્તકો સામેલ કરવામાં આવશે.” એનબીટીની વેબસાઈટમાં ‘હોલીડેઝ હેવ કમ’, ‘એનિમલ્ય યૂ કાન્ટ ફોરગેટ’, નાઈન લિટિવ બર્ડ્સ’, ‘ધ પજલ’, ‘ગાંધી તત્વ શતકમ્’, ‘વિમેન સાઇન્ટિસ્ટ્સ ઇન ઇન્ડિયા”, ‘ગાંધી વોરિયર ઓફ નોન વાયલન્સ’સહિત અનેક પુસ્તકો ડાઉનલોડ કરી શકાય છે.