ભારતીય ક્રિકેટરે છોકરીઓ વિશે કરી ગંદી કોમેન્ટ, ટ્રોલ થતાં માંગવી પડી માફી, જાણો વિગત
બોર્ડના પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને કારણ બતાવો નોટિસ ફટકારી છે. શૉમાં મહિલાઓ પર કરવામાં આવેલી હાર્દિક પંડ્યાની ટિપ્પણી માટે સમિતિએ બન્નેને 24 કલાકની અંદર જવાબ માંગ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ સાથે કરણ જોહરના શૉમાં જોવા મળ્યા, આ દરમિયાન તેમને મહિલાઓ વિરોધી અને ગંદી કૉમેન્ટ કરી, ત્યારબાદથી તે સોશ્યલ મીડિયા પર ટ્રૉલ થવા લાગ્યા હતા. જોકે, બાદમાં હાર્દિક પંડ્યાએ ટ્વીટ કરીને માફી પણ માગી દીધી હતી.
શૉમાં આપેલું આ નિવેદન દર્શકોને પસંદ નથી આવ્યું. એપિસોડ જોયા બાદ સોશ્યલ મીડિયા પર તેને ‘શરમજનક’ અને ‘મહિલા વિરોધી’ કહેવામાં આવ્યો છે. કેટલાક યૂઝર્સે હાર્દિક પંડ્યાને ક્રિકેટનો રાખી સાવંત ગણાવ્યો છે.
‘કૉફી વિથ કરણ’માં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પહોંચ્યા હતા. અહીં હાર્દિકે કહ્યું કે, “હું જ્યારે ક્લબ જઉં છું ત્યારે છોકરીનું નામ પણ નથી પુછતો. જે ટેક્સ્ટ મેસેજ કોઇ એક છોકરીને મોકલું છું એ જ બીજી છોકરીને પણ મોકલું છું.”
મુંબઇઃ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ‘કૉફી વિથ કરણ’માં એક વિવાદિત નિવેદન આપતા બીસીસીઆઇ કોઇપણ ભારતીય ક્રિકેટરના આ પ્રકારના શૉમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવવાનો વિચાર રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -