વિશ્વના કોઈપણ મેદાન પર છગ્ગા ફટકારી શકે છે હાર્દિક પંડ્યાઃ રવિ શાસ્ત્રી
શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે, નાગપુરના મેદાન પર 243 રનનો ટાર્ગેટ ચેઝ કરવો પણ ઘણો મુશ્કેલ હોય છે પણ હિટમેન રોહિત શર્માએ પોતાની શાનદાર બેટિંગથી આ લક્ષ્યને એકદમ આસાન બનાવી દીધો. તેની બેટિંગ દર્શનીય હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાસ્ત્રીના કહેવા પર જ પંડ્યાને ઈન્દોર વન-ડેમાં ચોથા નંબરે રમવા ઉતારવામાં આવ્યો હતો જેમાં તેણે 78 રન બનાવ્યા હતા. ચોથી વન-ડેમાં તેણે 41 રન બનાવ્યા પણ ભારત મેચ હારી ગયું. આ નિર્ણય અંગે શાસ્ત્રીએ કહ્યું કે, ‘હાર્દિક ખૂબ જ ખતરનાક ખેલાડી છે. તે સ્પિનર્સ ખૂબ સારી રીતે રમે છે. મેં સ્પિનર્સને તેની જેમ રમનારો ખેલાડી જોયો નથી. યુવરાજ સિંહ પોતાના કરિયરના ટોચના દિવસોમાં આવું રમતો હતો. તે દુનિયાના કોઈપણ મેદાન પર ચોગ્ગા-છગ્ગા ફટકારી શકે છે.’
નાગપુરઃ ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ છેલ્લા વન ડેમાં જીત બાદ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ખૂબ વખાણ કર્યા છે. શાસ્ત્રીનું માનવું છે કે બરોડાનો આ સ્ટાર ખેલાડી વિશ્વના કોઈપણ મેદાન પર ચોગ્ગા અને છગ્ગા ફટકારી શકે છે. પંડ્યાને બેટિંગ ક્રમમાં ઉપર ચોથા નંબર પર મોકલવાના ભારતના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -