હાર્દિક પંડ્યાએ ટ્વીટમાં આગળ લખ્યું કે, ‘યાદો…યાદો જિંદગીભર માટે. મારો પહેલો વર્લ્ડ કપ એ રીતે પૂર્ણ ના થયો, જે રીતે અમે ઇચ્છતા હતા, પરંતુ તેણે એટલી બધી ભાવનાઓ અને શીખ આપી છે જેનું હું હંમેશા ધ્યાન રાખીશ. આ ખાસ ટીમનું સમર્થન કરવા માટે તમારા બધાનો આભાર. અમે તમારા વગર કંઇ જ નથી.’
હાર્દિક પંડ્યાના ટ્વીટ કર્યા બાદ તેના આ મેસેજ પર લોકો તરફતી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે મોટાભાગના ફેન્સ હાર્દિક પંડ્યાથી નારાજ જોવા મળી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે, ‘એક શીખ તમારે પણ લેવી જોઇએ કે તમારે મેચની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રમવું જોઇએ. ધોની પાસેથી કંઇક શીખો.’
ઉલ્લેખનીય છે કે 240 રનનાં પડકારનો પીછો કરવો ઑલ્ડ ટ્રેફર્ડની પિચ પર સરળ નહોતો, કેમકે વરસાદ અને હવામાનના કારણે પરિસ્થિતિ ઝડપી બોલર્સ માટે સારી હતી. ભારતે 5 રનની અંદર જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. યુવા ઋષભ પંત અને કાર્તિક પાસે ટીમને સંભાળવાની અને પોતાની તાકાત દર્શાવાની તક હતી, પરંતુ બંને નિષ્ફળ રહ્યા.
સેમી ફાઈનલમાં પંત ખરાબ શોટ રમીને આઉટ થયો હતો. પંતે જે ભૂલ કરી હતી એ જ ભૂલ પંડ્યાએ પણ કરી હતી અને મોટો શોટ રમવાનાં પ્રયાસમાં વિલિયમ્સનનાં હાથે કેચ આઉટ થયો. પંડ્યાએ 62 બૉલમાં 32 રન બનાવ્યા હતા.