હાર્દિક પંડ્યાએ પોતાના કોચને શું આખી મોંઘી ભેટ, જાણો
હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યાના કહેવા પ્રમાણે, હાર્દિકે તેના કોચને ગુરુદક્ષિણામાં કાર આપી છે. હાર્દિકનો ભાઈ કુણાલ કહે છે, કોચ અમારા માટે માતાપિતા સમાન છે. જિતેન્દ્રસિંગ અમારા બંને ભાઈઓ માટે મારાં માતાપિતા જેટલો જ આદર ધરાવે છે.
સ્કૂલ ક્રિકેટ બાદ હાર્દિક મોરે એકેડમીમાં જોડાયો તે પછી તેનું ક્રિકેટ કૌશલ્ય ખીલવવામાં જિતેન્દ્રસિંગનો સિંહ ફાળો રહ્યો છે. પણ હાર્દિકે તેના કોચ જિતેન્દ્રસિંગને મારુતિ સીલેરિયો ભેટમાં આપી છે.જેના કારણે કોચના પરિવારમાં ખુશીની લહેર વ્યાપી છે.
ભારતીય ટીમની ટ્વેન્ટી -20 , વન-ડે ટીમ અને ટેસ્ટ ટીમમાં સામેલ સ્થાન મેળવનાર હાર્દિક પંડ્યા રણજી ટ્રોફી વડોદરા ટીમ અને આઇપીએલ મુંબઈ ઇન્ડિયન ટીમ વતી રમે છે. હાર્દિકના કોચ જિતેન્દ્રસિંગ હાલ બીસીએની અંડર -19 ટીમના કોચ છે.
વડોદરા: ભારતના સ્ટાર ઓલરાઇન્ડર અને વડોદરાના ક્રિકેટર હાર્દિક પંડ્યાએ તેના ગુરુ જિતેન્દ્રસીંગને ગુરુદક્ષિણામાં એક કાર આપતાં કોચના પરિવારમાં ખુશી વ્યાપી ગઇ છે. ભારતીય ટીમમાં પહોંચેલા હાર્દિક પંડ્યાએ ક્રિકેટના ત્રણેય ફોર્મટમાં ટીમમાં સ્થાન મળી ચૂક્યું છે. આ સિદ્ધિમાં હાર્દિક પંડ્યાના કોચનો મહત્વપૂર્ણ ફાળો છે.