હાર્દિક પંડ્યાએ ધોનીને બર્થ ડે પર આપી આ અનોખી ભેટ, જાણો વિગત
પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પણ ધોનીના વાળની પ્રસંશા કરી હતી. 2011માં વર્લ્ડકપ જીત્યા બાદ ધોનીએ વાળ કપાવીને મુંડન કરાવી લીધું હતું. તે પછી પણ તે વાળની સાથે કેટલાય એક્સપેરિમેન્ટ કરી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકે તસવીર શેર કરતાં લખ્યું છે કે, 'સ્પેશ્યલ દિવસ પર સ્પેશ્યલ હેરકટ. માહીને મારી બર્થડે ગિફ્ટ. આ સ્ટન્ટ એક વિશેષજ્ઞ દ્વારા કરવામાં આવ્યો છે, આને ઘરે કરવાની કોશિશ ના કરવી.'
પોતાની હેરસ્ટાઇલને લઇને ચર્ચામાં રહેનારો હાર્દિક પંડ્યાએ ખુદ પોતાના હાથોથી માહીના વાળ કાપ્યા હતા. હાર્દિંક પંડ્યાએ શનિવારે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જેમાં તે ધોનીના વાળ કાપતાં દેખાઇ રહ્યો છે.
ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની પણ પોતાના વાળ-હેરસ્ટાઇલને લઇને ખુબ ચર્ચામાં રહે છે. કેરિયરના શરૂઆતી દિવસોમાં તેમના વાળ ખુબ લાંબા હતા.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સક્સેસ કેપ્ટનોમાં સામેલ મહેન્દ્ર સિંહ ધોની 7 જુલાઇએ 37 વર્ષનો થઇ ગયો, આ પ્રસંગે સાથી ક્રિકેટર્સ અને ટીમ મેમ્બર્સે જબરદસ્ત રીતે તેના બર્થડેનું સેલિબ્રેશન કર્યું હતું. જોકે, આ બધાની વચ્ચે ગુજરાતના ખેલાડી અને ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કેપ્ટન કૂલને ધોનીને એક ખાસ ગિફ્ટ આપી હતી જે ચર્ચાનો વિષય બની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -