Forbes: સલમાનને પાછળ છોડીને આ એક્ટર દુનિયાના સૌથી મોંઘા સ્ટાર્સની યાદીમાં આગળ
તમને જણાવી દઈએ કે અમેરિકન બોક્સર ફલોઈડ મેવેદર ફોર્બ્સની યાદીમાં નંબર વન પર કબજો કર્યો છે. તેની આવક 19.49 અબજ રૂપિયા દર્શાવામાં આવી છે. જ્યોર્જ ક્લુની બીજા ક્રમે છે અને કાયલી જેનર ત્રીજા સ્થાને છે, જુડી શીઈનડિન ચોથા અને ડ્વેન જ્હોનસન પાંચમા ક્રમે છે.
સલમાન ખાન 2.57 અબજ રૂપિયાની કમાણી સાથે 82માં સ્થાને છે. સલમાનની ફિલ્મ ‘ટાઇગર ઝીંદા હૈ’ની સફળતાએ તેમની આવકમાં વધારો કર્યો છે. સલમાને સૌથી વધુ કમાણીની યાદીમાં તેને વિવિધ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સથી કમાણી કરી છે.
યાદી અનુસાર, અક્ષય કુમારે આ વર્ષે 3.07 અબજ રૂપિયાની કમાણી કરી હતી. મેગેઝીન લખે છે કે આ વર્ષે, તેની ફિલ્મ ટોયલેટ અને પેડમેને ઘણા પૈસા કમાયા હતા. ફિલ્મો ઉપરાંત, તે 20 બ્રાન્ડને એન્ડોર્સ કરે છે.
ફોર્બ્સની યાદીમાં અક્ષય કુમારને 76મો ક્રમ મળ્યો હતો અને સલમાન ખાનને 82મો ક્રમ મળ્યો હતો. વર્ષ 2017માં, ફોર્બ્સની યાદીમાં શાહરૂખ 65મો ક્રમે હતો.
નવી દિલ્હીઃ બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ ભલે સલમાન ખાન, આમિર ખાન અને શાહરૂખ ખાન જેવા સુપરસ્ટાર્સની ફિલ્મોથી ઓછો બિઝનેસ કરતી હોય. તેમ છતાં અક્ષય કુમાર આ ત્રણેય ખાન્સ કરતાં વધારે કમાણી કરે છે. ફોર્બ્સની સૌથી વધારે કમાણી કરનારા 100 સ્ટારની યાદીમાં અક્ષય કુમારને સ્થાન મળ્યું છે. યાદીમાં આમિર ખાન અને શાહરૂખ ખાનનું નામ ગાયબ છે, પરંતુ સલમાન ખાન આ યાદીમાં સામેલ થવામાં સફળ રહ્યો છે. આ યાદીમાં અમેરિકાના બોક્સર ફ્લોયડ મેવેદરે ટોચનું સ્થાન મેળવ્યું છે.