નવી દિલ્હીઃ ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની લાઇફમાં એકવાર ફરી પ્રેમે એન્ટ્રી મારી દીધી છે. સ્પોટબોયના અહેવાલ અનુસાર હાર્દિક પંડ્યા સર્બિયન મોડલ નતાશા સ્તનકોવિકને ડેટિંગ કરી રહ્યો છે. એવું લાગે છે કે ક્રિકેટર હાર્દિક પંડ્યા નતાશાની અદાઓના પ્રેમમાં પાગલ થઇ ગયો છે. આ વખતે હાર્દિક પંડ્યા ક્રિકેટના મેદાન પર નહી પરંતુ પ્રેમના પિચ પર બોલ્ડ થઇ ગયો છે. સૂત્રોના મતે હાર્દિક પંડ્યા એક્ટ્રેસ નતાશા સાથે ડેટ કરી રહ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પોતાની નવી ગર્લફ્રેન્ડને લઇને ગંભીર છે. તેણે પોતાના પરિવારજનોને નતાશા સાથે ઓળખાણ પણ કરાવી હતી. છેલ્લા દિવસોમાં તે મુંબઇના બ્રાન્દ્રામાં નતાશાને લઇને પહોંચ્યો હતો. આ પાર્ટીનું આયોજન તેના મિત્રોએ કર્યુ હતું. સૂત્રોના મતે હાર્દિક પાર્ટીમાં નતાશાને પોતાની ગર્લફ્રેન્ડ ગણાવી રહ્યો હતો. આ પાર્ટીમાં હાર્દિકના ભાઇ કૃણાલ પંડ્યા અને તેની ભાભી પંખુડી શર્મા પણ હતી. નોંધનીય છે કે નચ બલિએ-9માં ભાગ લઇ રહેલી નતાશા એલી ગોનીની પણ ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે.
મૂળ સર્બિયાની રહેવાસી નતાશાએ ત્રણ વર્ષની ઉંમરમાં જ ડાન્સ શીખવાનું શરૂ કરી દીધું હતું. 2010માં સ્પોર્ટ્સ સર્બિયાનું ટાઇટલ જીત્યા બાદ નતાશાએ સ્પોર્ટ્સ ક્ષેત્રમાં કરિયર બનાવવાનો નિર્ણય લીધો છે.