નવી દિલ્હીઃ CamScanner ખૂબ લોકપ્રિય છે. જો તમારા સ્માર્ટફોનમાં પણ આ એપ હોય તો આ ખબર તમારા માટે જાણવા ખૂબ જરૂરી છે. એક મોટી સમસ્યા એકવાર ફરી એન્ડ્રોઇડ યુઝર્સ માટે છે. કેટલાક સમયથી સતત ગૂગલ પ્લે સ્ટોરમાંથી મેલવેયર વાળા એપ્સ મળી રહ્યા છે. સિક્યોરિટી કંપની  Kaspersky Labએ કહ્યું કે, ગૂગલ પ્લે સ્ટોર પર જાણીતી ડોક્યુમેન્ટ્સ  સ્કેનિંગ એપ CamScannerમાં કેટલાક ખતરનાક મોડ્યૂલ મળી રહ્યા છે જે એડ પુશ કરી રહ્યા છે અથવા તો યુઝરના સ્માર્ટફોનમાં સહમતિ વિના એપ ડાઉનલોડ કરી રહ્યા છે. આ એપમાં એક પ્રકારનું Trojan Dropper જોવા મળ્યુ છે જેની મદદથી હેકર્સ  સ્માર્ટફોનને ટાર્ગેટ કરી શકે છે અને કોઇ પણ પ્રકારના  મેલવેયરથી તમારા સ્માર્ટફોનને નુકસાન પહોંચાડી શકે છે.

CamScannerમાં મેલવેયર જોવા મળ્યા છે અને શક્ય છે કે આનાથી અનેક યુઝર્સ પ્રભાવિત થયા છે અને લોગઇન ડિટેઇલ્સ પણ ચોરી કરવામાં આવી છે. ગૂગલ પ્લે સ્ટોરમાંથી કેટલાક સમય માટે આ એપને હટાવવામાં આવી હતી. પ્લે સ્ટોરમાંથી હટાવવા પાછળનું કારણ આ એપમાં ખતરનાક મોડ્યૂલ હતું. જેનું પેઇડ વર્ઝન હજુ પણ ગૂગલ પ્લે સ્ટોરમાં છે.

CamScanner નામની આ એપને ગૂગલ પ્લે સ્ટોરમાંથી 100 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે અને તેની રેટિંગ 4.6 છે. સામાન્ય રીતે લોકો કોઇ પણ દસ્તાવેજ સ્કેઇન કરવા માટે તેનો ઉપયોગ કરે છે. Kasperskyએ કહ્યું કે, CamScanner વાસ્તવમાં એક યોગ્ય એપ હતી અને  તેનો કોઇ ખોટો ઇરાદો પણ નથી. આ એપ જાહેરાતો મારફતે પૈસા કમાય છે. પરંતુ આ હવે બદલાઇ ગયો છે અને તાજેતરમાં જ વર્ઝનમાં Malicious Moduleવાળી એડવર્ટાઇજિંગની લાઇબ્રેરી છે.