મુંબઈ ઈન્ડિયન્સ જીતી જતાં કોણે કર્યા મેદાન પર જ પુશ અપ્સ, હાર્દિક પંડ્યા પણ જોડાયો, જાણો વિગત
મિશલને પુશ અપ કરતા જોઇ હાર્દિક પંડ્યા પણ તેની સાથે જોડાયો હતો અને મેદાન પર જ પુશ અપ કરવા લાગ્યો હતો. આ જીત સાથે મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. મુંબઇ આ જીત સાથે 13 મેચમાં છ જીત સાથે 12 અંક મેળવ્યા છે. મુંબઇ પોઇન્ટ ટેબલ પર ચોથા સ્થાન પર પહોંચી ગયો છે. પંજાબ તરફથી લોકેશ રાહુલે શાનદાર 94 રનની ઇનિગ રમી હતી.
મુંબઇએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 186 રન ફટકાર્યા હતા જેના જવાબમાં કિંગ્સ ઇલેવન પંજાબ 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 183 રન બનાવી શકી હતી.
એક સમયે એવું લાગતું હતું કે કિંગ્સ ઇલેવન સરળતાથી મેચ જીતી જશે પરંતુ મુંબઇના ખેલાડીઓએ કિંગ્સ ઇલેવનના હાથમાંથી જીતનો કોળિયો ઝૂંટવી લાવ્યા હતા. જીત બાદ ખુશ બોલર મિશેલ મૈક્લેનાધન મેદાન પર જ પુશઅપ કરવા લાગ્યો હતો.
મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝનમાં કિગ્સ ઇલેવન પંજાબને ત્રણ રન પર હરાવીને મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. ટોસ જીતીને પંજાબે મુંબઇ ઇન્ડિયન્સને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.