નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને દેશના દરેક યુવા ખેલાડીઓ આદર્શ માને છે. ધોનીની એક વિશેષતા એ પણ છે કે તે મેદાન પર પણ ટીમના યુવા ખેલાડીઓને સતત માર્ગદર્શન આપતો રહે છે. આ કારણે ટીમના ખેલાડી પણ તેને આદર્શ માને છે. આવું જ કંઇક ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે પણ થયું છે.

પંડ્યા મહેન્દ્ર સિંહ ધોનીને તેની પ્રેરણા, આદર્શ માને છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથેની એક તસવીર પોસ્ટ કરી અને લખ્યું કે પૂર્વ ભારતીય કેપ્ટન તેની પ્રેરણા છે.

હાર્દિક પંડ્યા હાલ આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે અને શાનદાર ફોર્મમાં છે. મુંબઈને ફાઇનલ સુધી પહોંચાડવામાં તેનું ખાસ યોગદાન છે.

પંડ્યાએ તસવીર શેર કરીને લખ્યું, “ધોની મોરી પ્રેરણા, મારો મિત્ર, મારો ભાઇ અને મારો લૅજન્ડ છે.”


ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ સ્પેશલિસ્ટ ખેલાડી હવે T20માં પણ મચાવશે ધમાલ, જાણો વિગત

વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ફટકો, આ ખેલાડી થયો બહાર, જાણો વિગત

ભરુચ જિલ્લા કલેક્ટર કચેરીના સંકુલમાં ભેંસો ચરતી જોવા મળી, જુઓ વીડિયો