મુંબઈ: ટીમ ઈન્ડિયાનાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ નવું ટેટૂ બનાવડાવ્યું છે. ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનાં બહાર થયા બાદ સમય મળતા જ હાર્દિક પંડ્યાએ હાથ પર સિંહનું ટેટૂ બનાવડાવ્યું છે. હાર્દિક પંડ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટેટૂ સાથેની તસવીર શેર કરી છે.


હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ટેટૂની તસવીર શેર કર્યા બાદ અત્યાર સુધીમાં તેને 10 લાખ કરતા વધારે લોકો લાઈક કરી ચૂક્યા છે. હાર્દિક પંડ્યાને ફેન્સ તેની આ પોસ્ટ પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.


હાર્દિક પંડ્યાને વેસ્ટઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો. હા આરામ આપવામાં આવ્યો છે. તેના ભાઈ ક્રુણાલ પંડ્યાને વેસ્ટઈન્ડીઝ પ્રવાસ માટે ટી-20 ટીમમાં જગ્યા આપવામાં આવી છે. હાર્દિક પંડ્યાએ વર્લ્ડ કપમાં સારૂ પ્રદર્શન કર્યું હતુ.