મુંબઈના કલ્યાણમાં ઈન્ડિયન એરફોર્સે નવ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. IAF હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે વરસાદનાં કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.


ભારે વરસાદને કારણે મુંબઈના કલ્યાણમાં આશરે નવ લોકો ફસાયા હતા. ચારેબાજુ પાણી હોવાથી તેમનું બહાર નીકળવું મુશ્કેલ હતુ. ત્યારે ઈન્ડિયન એરફોર્સ તેમની મદદ માટે આવ્યું હતું. ઈન્ડિયન એરફોર્સનું હેલિકોપ્ટર આ લોકોના રેસ્ક્યુ કરવા પહોંચ્યું અને હેલિકોપ્ટરમાંથી સીડી નીચે ફેંકી એક પછી એક નવ લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ પોણા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે હવામાન વિભાગે ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈના પાલઘરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.