નવી દિલ્હીઃ એશિયા કપમાં પાકિસ્તાન સામેની ગ્રુપ મેચ દરમિયાન ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થયો હતો. તેને સ્ટ્રેચર પર મેદાન બહાર લઇ જવો પડ્યો હતો. તેને પીઠમાં ઇજા પહોંચી હતી. પાકિસ્તાનની ઇનિંગની 18મી ઓવરમાં હાર્દિકને ઇજા પહોંચી હતી. પંડ્યા પોતાની પાંચમી ઓવર કરી રહ્યો હતો તે દરમિયાન બોલ ફેંકતા સમયે તેને પીઠમાં દર્દ થતાં મેદાન પર જ સૂઇ ગયો હતો. ત્યારબાદ તે ઉઠી શક્યો નહોતો અને તેને સ્ટ્રેચર પર બહાર જવામાં આવ્યો હતો. બીસીસીઆઇએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે પંડ્યાને પીઠના નીચેના ભાગમાં ગંભીર ઇજા પહોંચી છે. જોકે, તે ઉભો રહી શકતો નહોતો. પંડ્યાની સારવાર ચાલી રહી છે. પંડ્યાએ 4.5 ઓવરમાં 24 રન આપ્યા હતા અને તેને કોઇ વિકેટ મળી નથી.