મુંબઇઃ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની લંડનમાં પીઠની સર્જરી કરવામાં આવી હતી. તે સર્જરી બાદના તમામ અપડેટ્સ સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ વચ્ચે રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીએ હાર્દિક પંડ્યાની મુલાકાત કરી તેની તબિયત પૂછી હતી. હાર્દિક પંડ્યાએ ગુરુવારે સોશિયલ મીડિયા પણ આ જાણકારી હતી. સાથે તેમણે તેની તસવીર પણ શેર કરી હતી. તેમણે નીતા અંબાણીનો આભાર માનતા કહ્યું કે, લંડનમાં મને મળવા બદલ તમારો આભાર ભાભી. તમારી શુભકામનાઓ અને ઉત્સાહવર્ધક શબ્દો મારા માટે ખૂબ મહત્વનું રાખે છે. તમે હંમેશાથી પ્રેરણાદાયી છો.


હાર્દિક મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમે છે અને ટીમના માલિક નીતા અંબાણી હાલના દિવસોમાં લંડનમાં છે. ત્યાં છેલ્લા દિવસોમાં સ્પોર્ટ્સ સમિટ દરમિયાન નીતા અંબાણીએ કહ્યું હતું  છેલ્લા 10 વર્ષમાં મુંબઇ ઇન્ડિયન્સે અનેક યુવા ખેલાડીઓ આપ્યા છે જેમાં હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા જેવા અનેક ખેલાડી સામેલ છે. સાથે તેમણે કહ્યું હતું કે, આજે બુમરાહ યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.

પંડ્યાએ કહ્યું કે, આ અગાઉ મંગળવારે રાત્રે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે હોસ્પિટલના બેડથી ઉઠ્યા બાદ સહારો લઇને ધીમે-ધીમે ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે. બાદમાં તે વ્હીલ ચેર પર બેસે છે. હાર્દિક પંડ્યા લગભગ ચાર મહિના સુધી ક્રિકેટ રમી નહી શકે. આશા રાખવામાં આવે છે કે હાર્દિક પંડ્યા આઇપીએલ અગાઉ ફીટ થઇ જશે.