ભારતીય ટીમના શરમજનક દેખાવ છતાં આ ક્રિકેટર હરવા-ફરવામાં વ્યસ્ત. ઈન્સ્ટા પર ફોટો મૂકતાં જ ક્રિકેટ ચાહકો ભડક્યા
કોઇ કહી રહ્યું છે કે, ભાઇ ગેમ પર ફોક્સ કર તો બીજો યુઝર કહી રહ્યો છે કે ક્રિકેટ પર ધ્યાન દો વરના ટીમ સે બાહાર હો જાઓગે. ત્યારે આગામી સમયમાં હાર્દિક ટ્રોલર્સને જવાબ આપી શકે છે કે નહીં તે જોવું રહ્યું
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી ત્રણ વિકેટ અને ચાર ઇનિંગમાં 90 રન કર્યા છે. 351 બોલ બાદ પંડ્યાને એક વિકેટ મળી જ્યારે આ વર્ષે પંડ્યાએ રમેલી છે ટેસ્ટમાં માત્ર 6 વિકેટ જ લીધી છે, એટલે કે એક ટેસ્ટમાં એક વિકેટ. જેથી સ્પષ્ટ થાય છે કે હાર્દિકનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.
હાર્દિક પંડ્યા ઇંગ્લેન્ડમાં એકદમ ફ્લૉપ રહ્યો છે. ઓલરાઉન્ડર તરીકે પંડ્યાના પ્રદર્શનને લઇને પૂર્વ દિગ્ગજ સ્પીનર હરભજને પણ હાર્દિક પંડ્યાને આડેહાથે લીધો હતો. ભજ્જીએ કહ્યું હતું કે, હાર્દિક પંડ્યા પાસેથી ઓલરાઉન્ડરનું પદ છીનવી લેવું જોઇએ.
ત્રીજી ટેસ્ટ પહેલા ટીમમાં ઓલરાઉન્ડર તરીકે સ્થાન પામેલો વડોદરાનો ખેલાડી હાર્દિક પંડ્યા પોતાની એક સ્ટાઇલિસ્ટ લૂક વાળી તસવીરથી ટ્રૉલ થયો છે. તેને પોતાના ઇન્સ્ટા પર ઇંગ્લેન્ડમાં મોજ મસ્તી કરતા બ્લેક ટીશર્ટ-પેન્ટ અને બ્રાઉન હેટવાળી તસવીર શેર કરી હતી. આ તસવીરથી સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે કે ટીમ ઇન્ડિયાને હારનો કોઇજ અફસોસ કે દુઃખ નથી. ટીમના સભ્યો પોતાની મસ્તીમાં ઇંગ્લેન્ડમાં ફરી રહ્યાં છે.
ભારતનો ઇંગ્લેન્ડની સામે 18-22 ઓગસ્ટની વચ્ચે ત્રીજી ટેસ્ટમેચ નોર્ટિંધમમાં રમવાનું છે. ત્રીજી ટેસ્ટ મેચ પહેલા હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામમાં એક તસવીર શેર કરી છે. જેના પર હાર્દિકને ફેન્સ દ્વારા ટ્રોલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કોઇ ક્રિકેટરને આવી રીતે ટ્રોલ કરવામાં નથી આવ્યો તેવી પ્રતિક્રિયા હાર્દિકને ઇન્સ્ટાગ્રામ પર મળી રહી છે.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડમાં પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમીને 2-0થી પાછળ રહેલી ટીમ ઇન્ડિયા હાલ દરેકના નિશાન ચડી છે. સતત બે મેચોમાં કારમી હાર બાદ ટીમ અને મેનેજમેન્ટ પર લોકો અવનવી કૉમેન્ટ્સ કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટીમને શરમાવે એવી તસવીર પૉસ્ટ કરી, જેને લોકોએ ખુબજ ટ્રૉલ કરી હતી.