હાર્દિક પંડ્યાની આ તસવીરે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, લોકોએ જોઇને કરી અવનવી કૉમેન્ટ્સ, જુઓ તસવીર
abpasmita.in | 07 Jul 2019 01:07 PM (IST)
તસવીરમાં હાર્દિક પંડ્યા, મહેન્દ્ર સિંહ ધોની, જસપ્રીત બુમરાહ, મયંક અગ્રવાલ અને ઋષભ પંત દેખાઇ રહ્યાં છે
નવી દિલ્હીઃ ક્રિકેટ વર્લ્ડકપમાં ધમાકેદાર પ્રદર્શન કરતાં ટીમ ઇન્ડિયા હવે 9મી ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે સેમિ ફાઇનલ રમવાની છે. ભારતીય ક્રિકેટરો ખુશ છે, ત્યારે મસ્તીભર્યા સમયમાં હાર્દિક પંડ્યાએ એક એવી તસવીર શેર કરી છે, જેને ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે, ફેન્સ તસવીર પર વિચારતા થઇ ગયા છે, અને કેટલાક અવનવી કૉમેન્ટ્સ આપી રહ્યાં છે. ખરેખર, હાર્દિક પંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, તસવીરમાં હાર્દિક પંડ્યા, મહેન્દ્ર સિંહ ધોની, જસપ્રીત બુમરાહ, મયંક અગ્રવાલ અને ઋષભ પંત દેખાઇ રહ્યાં છે. જોકે, આ તસવીર એટલા માટે ચર્ચામાં છે કે ઋષભ પંતના ખભા પર એક હાથ છે, તે કોને છે ખબર નથી. લોકો આ જાણવા માટે અવનવી કૉમેન્ટ કરી રહ્યાં છે.