બર્મિંઘમઃ વિરાટ કોહલીએ પોતાના સુપર ફેન ચારુલત્તા બેન પટેલ માટે ખાસ પત્ર લખ્યો છે. આ પત્ર બીસીસીઆઇએ પોતાની ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. જેમાં ચારુલત્તા બેનને મેચનો ટિકીટો આપવાનો વાયદો પુરો કર્યો છે.

87 વર્ષીય ફેન ચારુલત્તા બેનને બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન વિરાટ કોહલીએ ભારતની તમામ મેચોની ટિકીટો આપવાની પ્રૉમિસ કરી હતી. જે હવે પુરી કરી છે. કોહલીએ પોતાના હાથથી એક લેટર લખ્યો છે કે તેમને અને તેમના પરિવારને ટિકીટ મોકલી છે.



બીસીસીઆઇ દ્વારા શેર કરવામાં આવેલા લેટરમાં કોહલીએ લખ્યુ "પ્રિય ચારુલત્તાજી, અમારી ટીમ માટે તમારો પ્રેમ અને ઝનૂનને દેખવુ પ્રેરણાદાયક છે, અને મને આશા છે કે તમે તમારા પરિવારની સાથે મેચનો આનંદ લેશો."


ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમ ઇન્ડિયા અને વિરાટ કોહલીના ફેન ચારુલત્તા બેને ચિયર કર્યુ હતુ, મેચ બાદ વિરાટ કોહલીએ ચારુલત્તા બેનને ગળે મળીને, આગળની મેચોની તમામ ટિકીટો આપવાની પ્રૉમિસ કરી હતી.