ICC T20 રેન્કિંગ: હરમનપ્રીત-પૂનમ યાદવે ટોપ-5માં મેળવ્યું સ્થાન, જાણ વિગત
મહિલા ટી20 વર્લ્ડકપમાં સદી ફટકારી રેકોર્ડ બનાવનારી હરમનપ્રીત બેટ્સમેનોની યાદીમાં ત્રણ સ્થાનોની છંલાગ લગાવી ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. તેના કુલ પોઈન્ટ્સ 632 છે. હરમનપ્રીત ટૂર્નામેન્ટમાં વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ઓપનર બેટ્સમેન એલીસા હિલી બાદ સર્વાધિક રન બનાવનારી બીજી ખેલાડી હતી. તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ નોંધાવેલી સદીની મદદથી ટૂર્નામેન્ટમાં કુલ 183 રન બનાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય મહિલા ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કોર અને બોલર પૂનમ યાદવ આઈસીસીની વર્તમાન ટી-20 રેન્કિંગમાં ટોપ ફાઇવમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. આઈસીસીએ આ રેન્કિંગ રવિવારે મહિલા ટી-20 વિશ્વકપ પૂર્ણ થયા બાદ જાહેર કરી છે.
હરમનપ્રીત સિવાય જેમ્મિમા રોડ્રિગેજ નવમાં સ્થાનથી લાંબી છંલાગ લગાવી કેરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છઠ્ઠા સ્થાન પર છે. જ્યારે સ્મૃતિ મંધાનાએ રેન્કિંગમાં 10મું સ્થાન હાંસલ કર્યું છે. મિતાલી રાજ બે સ્થાનની નુકસાન સાથે નવમાં ક્રમે પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડની સૂજી બેટ્સ 694 પોઈન્ટ્સ સાથે પહેલા નંબરે અને વેસ્ટઇન્ડિઝની સ્ટેફની ટેલર 654 પોઈન્ટ્સ સાથે બીજા નંબરે છે. જ્યારે ઓસ્ટ્રિલાયની હિલી ચોથા નંબરે છે.
ઓલરાઉન્ડર ખેલાડીઓના લિસ્ટમાં એક પણ ભારતીય ટોપ ફાઇવમાં સામેલ નથી. ટીમ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા(283) અંકો સાથે ટોચ પર છે. તે સિવાય ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, વેસ્ટઇન્ડિઝ અને પાંચમાં નંબરે ભારત(256 પોઈન્ટ્સ) છે.
બોલરોની લિસ્ટમાં પૂનમ 663 પોઈન્ટ સાથે બીજા નંબરે છે. ઓસ્ટ્રેલિયાની મેગન શટ પહેલા નંબરે યથાવત છે. ન્યૂઝીલેન્ડની લેહ કાસ્પેરેક સાત સ્થાનોની લાંબી છંલાગ સાથે ત્રીજા, ઇંગ્લેન્ડની સોફી એસ્લેસ્ટોન ચોથા અને ઓસ્ટ્રેલિયાની એલીસે પાંચમાં નંબરે પહોંચી ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -