વર્લ્ડકપ સેમી ફાઈનલની સ્ટાર હરમન ક્રિકેટ શીખવા રોજ 30 કિલોમીટર દૂર એકેડમીમાં જતી, જાણો બીજી વાતો
વર્ષ 2013માં હરમનપ્રીત કૌર ભારતીય ટીમની કેપ્ટન બની. બાંગ્લાદેશ વિરૂદ્ધ ત્યારે મિતાલી રાજને આરામ આપવામાં આવ્યો હતો. વર્ષ 2016માં હરમનપ્રીત કૌરને મિતાલી રાજની જગ્યાએ ઇન્ડિયન ટી20 ટીમની કેપ્ટન બનાવવામાં આવી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2016માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમતા ભારતે ટી20 ક્રિકેટમાં સૌથી મોટી જીત નોંધાવી હતી. હરમનપ્રીતે આ મેચમાં સૌથી મોટી ભૂમિકા ભજવતા 31 બોલમાં 46 રન ફટકાર્યા હતા.
રાઈટ હેન્ડ બેટ્સમેન 28 વર્ષીય હરમનપ્રીત કૌર કંઈક અલગ કરવા માટે જાણીતી છે. વિસ્ફોટક બેટ્સમેન હરમનપ્રીતમને એક સાથે ત્રણ ત્રણ બિગ બૈશ લીગની ટીમ સાઈન કરવા માગતી હતી. જોકે તે સિડની થન્ડર્સ સાથે જોડાઈ. સિડની થન્ડર્સની સાથે કોન્ટ્રાક્ટ સાઈન કરનારી તે પ્રથમ ભારતીય (પુરુષ કે મહિલા) ક્રિકેટ બની. હરમનપ્રીતન સરે સ્ટાર્સ સાથે જોડાનાર પ્રથમ ભારતીય બની.
જ્ઞાન જ્યોતિ સ્કૂલ એકેડમીમાં ક્રિકેટ શીખવા માટે જોડાઈ હતી જે પોતાના ઘર મોગાથી 30 કિલોમીટર દૂર હતી. જ્યાં તેણે કમલદીશ સિંગ શોઢીના હાથ નીચે ટ્રેનિંગ લીધી. વર્ષ 2014માંતે મુંબઈ શિફ્ટ થઈ જ્યાં તેણે ભારતીય રેલવે સાથે કામ કરવાનું શરૂ કર્યું.
પંજાબના મોગામાં 8 માર્ચ 1989ના રોજ જન્મેલ હરમનપ્રીત કૌર ક્રિકેટ ઉપરાંત ફિલ્મો, ગીત અને કાર ચલાવવાની શોખીન છે. બોલીવુડ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાએંગે તેણે અનેક વખત જોઈ છે. હરમનપ્રીતમ કૌરે પોતાની પ્રથમ વનડે 2009માં રમી હતી. 2013માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વર્લ્ડ કપ મેચમાં સેન્ચુરી ફટકારીને તેણે મહિલા ક્રિકેટમાં પોતાની છાપ છોડી.
હરમનપ્રીતમ કૌર ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગને પોતાના આદર્શ માને છે અને તેમના બોલ જુઓ, હિટ કરો ફોર્મ્યૂલાનો પૂરો ઉપયોગ કરે છે. સેમીફાઈનલ મેચ દરમિયાન તેણે ઠીક એ જ અંદાજમાં બેટિંગ કરી અને માત્ર 26 બોલમાં હાફ સેન્ચુરી ફટકારીની સેન્ચુરી સુધી પહોંચી ગઈ.
હરમનપ્રીતમ કૌરે 12 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 90 બોલમાં સેન્ચુરી ફટકારી. હરમનપ્રીતમ કૌરની આ ત્રીજી સેન્ચુરી હતી. તેની સાથે જ મહિલા વનડે ક્રિકેટના પાંચમો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર પણ છે.
નવી દિલ્હીઃ આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2017 સેમીફાઈલનમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતેરલ ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. પરંતુ હરમનપ્રીત કૌરે માત્ર 115 બોલમાં અણનમ 171 રનની આક્રમક બેટિંગ કરીને ભારતને ફાઈનલમાં પહોંચાડવમાં મહત્ત્વનો ફાળો આપ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -