ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારત મહિલા વિશ્વકપના ફાઈનલમાં, હરમનપ્રીત કૌરની આક્રમક સેન્ચુરી
ભેજવાળા વાતાવરણમાં સ્મૃતિ મંધાના પ્રથમ ઓવરમાં જ છ રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. ભારતનો સ્કોર 35 રનનો પહોંચ્યો હતો ત્યારે પૂનમ રાઉત પણ આઉટ થતાં બીજી વિકેટ પડી હતી. સુકાની મિતાલી રાજ અને હરમને ધીમી સ્કોરિંગ રેટથી બેટિંગ કરીને ઇનિંગ્સને ધીમે ધીમે આગળ વધારી હતી. મિતાલી બિમ્સની બોલિંગમાં 36 રન બનાવીને આઉટ થઇ હતી. તેણે હરમન સાથે ત્રીજી વિકેટ માટે 66 રન ઉમેર્યા હતા. આ સમયે ભારત 170 કે 180 રન સુધી પહોંચે તેવી પરિસ્થિતિ હતી પરંતુ હરમનપ્રીતે બાજી પલટી નાખી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇંગ્લેન્ડની ચાર્લોટ એડવર્ડ્સે 1997ના વર્લ્ડકપમાં આયરલેન્ડ સામે અણનમ 173 રન બનાવ્યા હતા. આ પછી હરમનપ્રીતની ઇનિંગ્સનો નંબર આવે છે. હરમનનો સ્કોર વન-ડે નોક આઉટ મેચમાં (ઓપનર સિવાય પુરુષ અને મહિલા મળીને) સર્વોચ્ચ સ્કોર છે.
હરમનપ્રીતે મહિલા વર્લ્ડકપમાં ઓવરઓલ અત્યાર સુધીની ચોથી સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી. સૌથી મોટી ઇનિંગ્સનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની બેલિન્ડા ક્લાર્ક (229*)ના નામે છે. શ્રીલંકાની ચામરી અટાપટ્ટુએ આ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે અણનમ 178 રન બનાવ્યા હતા.
ભારતે 42 ઓવરમાં 4 વિકેટે 281 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 40.1 ઓવરમાં 245 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. વરસાદના કારણે મેચ 42-42 ઓવરની કરવામાં આવી હતી. ભારત હવે 23 જુલાઈના રોજ ઇંગ્લેન્ડ સામે ફાઇનલ રમશે. હરમનપ્રીતની આક્રમક ઇનિંગ્સની મદદથી ભારતે અંતિમ 10 ઓવરમાં 129 રન બનાવ્યા હતા. 44 વર્ષના ઈતિહાસમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બીજીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. આ અગાઉ 2005માં ફાઈનલમાં પહોંચી હતી. સેમિફાઈનલમાં ગુરુવારે ભારતે પાંચ વખતની વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમને પરાજય આપ્યો હતો.
ડર્બીઃ આક્રમક બેટ્સમેન હરમનપ્રીત કૌરના અણનમ 171 રનની ઇનિંગના જોરે ભારતીય ટીમે ગુરુવારે આઇસીસી મહિલા વર્લ્ડકપના સેમીફાઇનલમાં છ વખત ચેમ્પિયન રહેલ ઓસ્ટ્રેલિયાના 36 રને હરાવી છે. આ જીતની સાથે જ ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે જે 23 જૂને ઇંગ્લેન્ડ સામે રમાશે. ભારતીય ટીમે બીજી વખત મહિલા વર્લ્ડકપ ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે અને આ પહેલા તે 2005માં ફાઈનલમાં પહોંચી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -