Harvinder Singh Wins Gold Medal in Archery Paralympics 2024: હરવિંદર સિંઘે મેન્સ રિકર્વ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે ફાઇનલમાં પોલેન્ડના લુકાઝ સિઝેકને આસાનીથી 6-0થી હરાવ્યો છે. પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં આ ચોથો ગોલ્ડ અને એકંદરે 22મો મેડલ છે. ભારતીય ખેલાડીએ આ મેચ સીધા સેટમાં 28-24, 28-27, 29-25થી જીતીને ઇતિહાસ રચ્યો છે.


 






હરવિંદર સિંહ હવે પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં તીરંદાજી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બની ગયો છે. આ પહેલા તેણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં પણ નવો રેકોર્ડ બનાવ્યો હતો. તે સમયે તે પેરાલિમ્પિક્સમાં ભારત માટે મેડલ (કાંસ્ય) જીતનાર પ્રથમ તીરંદાજ બન્યો હતો. તમને જણાવી દઈએ કે પેરિસ પેરાલિમ્પિક્સમાં તીરંદાજીમાં ભારતનો આ બીજો મેડલ છે. અગાઉ શીતલ દેવી અને રાકેશ કુમારે મિશ્ર ટીમ કમ્પાઉન્ડ તીરંદાજીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.


 






હરવિંદર હજુ વધુ એક મેડલ જીતી શકે છે
હરવિંદર સિંહ પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં ત્રીજો મેડલ પણ જીતી શકે છે. હવે તે પૂજા જટાયન સાથે રિકર્વ તીરંદાજીની મિશ્ર ટીમ ઈવેન્ટમાં મેડલ માટે સ્પર્ધા કરશે. ટીમ સ્પર્ધામાં તેમની પ્રથમ મેચ 5 સપ્ટેમ્બરે ઓસ્ટ્રેલિયન ટીમ સામે થશે. જો હરવિન્દર તે ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલને લક્ષ્યાંક બનાવે છે, તો તે એક જ પેરાલિમ્પિક રમતમાં 2 ગોલ્ડ મેડલ જીતનાર ઈતિહાસનો પ્રથમ ભારતીય એથ્લેટ બની જશે.


સચિન ખિલારેએ ગોળા ફેંકમાં જીત્યો સિલ્વર


ભારતના સચિન ખિલારીએ શોટ પુટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે સિલ્વર મેડલ જીત્યો છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 21 મેડલ જીત્યા છે. મોહમ્મદ યાસિર 8મા સ્થાને રહ્યો.


પીએમ મોદીએ આપી શુભકામના


 




પેરિસ પેરાલિમ્પિક્સ 2024ના સાતમા દિવસે એટલે કે 4 સપ્ટેમ્બર (બુધવારે) પણ ભારતીય એથ્લેટ્સ  એક્શનમાં છે. હવે ભારતીય પેરાથલીટ સચિન સર્જેરાવ ખિલારીએ ધમાલ મચાવી દીધી છે. સચિને મેન્સ શોટ પુટ (F46)માં સિલ્વર મેડલ જીત્યો છે. વર્તમાન પેરાલિમ્પિક્સમાં ભારતનો આ 21મો મેડલ હતો. ભારતે અત્યાર સુધીમાં 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.


આ પણ વાંચો...


WTC ફાઈનલને લઈને ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે કરી મોટી માંગ, ટ્રોફી અંગે તેણે જે કહ્યું તે બધાએ કહેવું જોઈએ