આ વર્લ્ડકપમાં ભાગ લઇ રહેલી દસ ટીમના 2015 બાદના પ્રદર્શનનુ વિશ્લેષણ કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે કઇ ટીમે 350થી વધુ રન બનાવ્યા છે અને કોણે સૌથી વધુ વખત જીત હાંસલ કરી છે. આશ્વર્યની વાત એ છે કે ઇગ્લેન્ડે 12 મેચમાં 350થી વધુ રન બનાવ્યા છે. ઇગ્લેન્ડે આ દરમિયાન બે વખત સૌથી વધુ રનનો વન-ડે રેકોર્ડ તોડ્યો હતો. 2016માં નોટિંઘમમાં ઇગ્લિશ ટીમે પાકિસ્તાન વિરુદ્ધ ત્રણ વિકેટે 444 રન ફટકાર્યા હતા અને શ્રીલંકાએ નવ વિકેટે 443 રન બનાવ્યા હતા. જ્યારે 2018માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ મેદાનમાં ઇગ્લેન્ડે 481 રન ખડક્યા હતા.
ઇગ્લેન્ડ બાદ દક્ષિણ આફ્રિકા અને ભારતનો નંબર આવે છે. દક્ષિણ આફ્રિકાએ આઠ તો ભારતે છ વખત 350નો આંકડો પાર કર્યો છે. દક્ષિણ આફ્રિકાએ પોતાની તમામ મેચ જીતી તો ભારત અને ઇગ્લેન્ડે સાડા ત્રણસો રન બનાવ્યા બાદ પણ એક-એક મેચ ગુમાવી બેઠા હતા. રસપ્રદ વાત એ છે કે ઇગ્લેન્ડ વિરુદ્ધ અનેકવાર પાકિસ્તાને, શ્રીલંકા વિરુદ્ધ સાત વખત 350થી વધુ રન બનાવ્યા હતા. ઇગ્લેન્ડે ત્રણ વખત સ્કોર પાર કર્યો છે પરંતુ શ્રીલંકા અને પાકિસ્તાન દર વખત નિષ્ફળ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પણ ચાર વખત 350 રન બન્યા છે તો તેમાં ફક્ત એક જ મેચ જીતી શક્યા છે. 2015 વર્લ્ડકપ બાદ અત્યાર સુધીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા બે વખત 350થી વધુના સ્કોરનો પીછો કરી વિજય હાંસલ કરી ચૂકી છે.