નવી દિલ્હીઃ રેનોએ 4 મીટર લાંબી અને 7 સીટર કાર Triber ને રજૂ કરી છે. કંપનીએ નવી દિલ્હીમાં એક ઈવેન્ટમાં કારને રજૂ કરી હતી. જે આ કારનો ગ્લોબલ પ્રીમિયર હતો. આ કાર કંપનીની સુપર સ્પેસિયસ અને અલ્ટ્રા મોડ્યૂલર પ્રોડક્ટ છે. રેનો ટ્રાઇબરને ક્વિડના CMF-A પ્લેટફોર્મના મોડિફાઇડ વર્ઝન પર બનાવવામાં આવી છે.


નવી કાર  Triber કોમ્પેકટ છે અને તેનો લુક ક્વિડને ઘણો મળતો આવે છે. જોકે, તેમાં નવી હેડલાઇટ્સ, નવી ગર્લિ અને નવું બોનેટ આપવામાં આવ્યું છે. કારમાં ટ્રાવેલિંગ કરનારા લોકોને વધારે સ્પેસ મળી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે.


ઈન્ટીરિયરની વાત કરવામાં આવે તો ડુઅલ ટોન કલર સ્કિમ, ઈન્સ્ટ્રૂમેન્ટ કલસ્ટરમાં 3.5 ઈંચ LCD સ્ક્રીન અને 7.9 ઈંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ સિસ્ટમ ક્વિડ, ડસ્ટ્ર અને કેપ્ચરની 7.0 ઈંચત મોટી છે. ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમમમાં એપલ કાર પ્લે અને એન્ડ્રીડ ઓટોનો સપોર્ટ આપવામાં આવ્યો છે. ઓન-બોર્ડ નવિગેશન અને કેટલાક ઈન્ટેલિજટન્સ ફંકશન્સ પણ આપવામાં આવ્યા છે.


લોન્ચ સમયે આ કારમાં માત્ર એક ટ્રાન્સમિશન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ જ આપવામાં આવશે. 2020 સુધી કંપની Triber લાઇન અપમાં 5 સ્પીડ ઓટોમેટિક અને ટર્બોચાર્જ્ડ 1.0 લીટર પેટ્રોલ એન્જિનનો ઉમેરો કરી શકે છે.  Renault Triberને ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. આ કારની પ્રારંભિક કિંમત 5.30 લાખ રૂપિયા આસપાસ હોઈ શકે છે.


વર્લ્ડકપઃ ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, ધવન થયો ટુર્નામેન્ટમાંથી બહાર

વર્લ્ડકપ 2019: વરસાદથી વીમા કંપનીઓને લાગ્યો 180 કરોડ રૂપિયાનો ચૂનો, જાણો વિગત

ક્લાસમાં ભણાવતી હતી ટીચર, સ્ટુડન્ટના માથા પર અચાનક પડ્યો છતનો હિસ્સો, જુઓ વીડિયો