શમીની પત્ની હસીન જહાંના Ex-Husband એ કહ્યું- તે ખુબ જ મહત્વાકાંક્ષી મહિલા છે

હસીન જહાં અને શેખ સૈફુદ્દીને વર્ષ 2002માં લવ મેરેજ કર્યા હતા, પણ પછીથી તેમના તલાક થઇ ગયા. સૈફુદ્દીનએ એ પણ કહ્યું હસીન ભણવામાં ખુબ સારી હતી. શેખ તેને 10માં ધોરણથી પ્રેમ કરતા હતા. સૈફુદ્દીન અને તેની બે પુત્રીઓ છે જેમાંથી એક 10મા અને બીજી 6ઠ્ઠા ધોરણમાં ભણે છે.
સૈફુદ્દીને કહ્યું કે, જોકે તેમની પુત્રીઓ હંમેશા હસીન જહાંના સંપર્કમાં રહે છે. ઉલ્લેખનીય છે કે સૈફુદ્દીન બીરભૂમ જિલ્લાના સૂરી માર્કેટ વિસ્તારમાં 'બાબુ સ્ટૉર' નામની એક સ્ટેશનરીની દુકાન ચલાવે છે.
વળી, હસીનના પિતા મોહમ્મદ હુસેને દાવો કર્યો કે તેમને કાલે સાંજે આ મુદ્દાના સૉલ્યુશન માટે ફોન પર શમી સાથે વાત પણ કરી. પણ શમી તરફથી કોઇ જવાબ નથી આવ્યો. પોતાની પુત્રીની મદદ માટે હુસેન કાલે કોલકતા આવશે. મોહમ્મદ હુસેન ઉર્ફે મોન્ટુ બાબુ બીરભૂમ જિલ્લાના સૂરી માર્કેટ વિસ્તારમાં રહે છે.
આ બધાની વચ્ચે શમીની પત્ની હસીન જહાંના પૂર્વ પતિ શેખ સૈફૂદ્દીનનું નિવેદન સામે આવ્યું છે, તેમને કહ્યું કે હસીન જહાં બહુજ મહત્વકાંક્ષી મહિલા છે. શેખ સૈફુદ્દીને કહ્યું, ''મને નથી ખબર હસીને મને કેમ છોડી દીધો. હસીન બહુજ મહત્વકાંક્ષી મહિલા છે. હવે મારી અને હસીન વચ્ચે કોઇ સંપર્ક નથી ''
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ક્રિકેટર મોહમ્મદ શમી માટે મુશ્કેલીઓ દિવસે દિવસે વધતી જાય છે. કોલકતા પોલીસે શમીની પ્તની હસીન જહાંના આરોપોના આધાર પર કલમો અંતર્ગત કેસ નોંધી લીધો છે. આજે પોલીસ શમીની પુછપરછ પણ કરી શકે છે. હસીન જહાંએ શમી પર અન્ય મહિલાઓ સાથે સંબંધ, મારપીટ, પાકિસ્તાન કનેક્શન અને મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો છે. વળી શમી આ ઘટનાને ષડયંત્ર ગણાવી રહ્યાં છે.