T-20 ત્રિકોણીય શ્રેણીઃ બાંગ્લાદેશે 215 રનનો ટાર્ગેટ હાંસલ કરી રચ્યો ઇતિહાસ, શ્રીલંકાને 5 વિકેટથી આપી હાર
બાંગ્લાદેશે ટી-20ના ઈતિહાસનો ચોથા ક્રમનો અને પોતાના ક્રિકેટ ઇતિહાસનો હાઈએસ્ટ રન ચેઝને રેકોર્ડ બનાવ્યો હતો. ટી-20માં સફળતાપૂર્વક રન ચેઝનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝિલેન્ડ સામે 245 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા કુલસ મેંડિસના 30 બોલમાં 57 અને કુસલ પરેરાના 48 બોલમાં 74 રનની મદદથી શ્રીલંકાએ બાંગ્લાદેશ સામે છ વિકેટના નુકસાન પર 214 રન બનાવ્યા હતા. વરસાદના કારણે મેચ 15 મિનિટ મોડી શરૂ થઈ હતી.
કોલંબોઃ બાંગ્લાદેશ નિદાહાસ ટી-20 ત્રિકોણીય શ્રેણીની મેચમાં શ્રીલંકા સામે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. 215 રનના ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે તેના ઈતિહાસનો હાઈએસ્ટ રન ચેઝ 19.4 ઓવરમાં જ પાર પાડી દીધો હતો.
બાંગ્લાદેશ વતી મુશફીકર રહીમે પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથેની 35 બોલમાં અણનમ 74 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. લિટન દાસે પણ 43 રનની આક્રમક બેટિંગ કરી હતી. રહીમ 24 બોલમા 50 રન નોંધાવ્યા હતા. જે બાંગ્લાદેશ તરફથી ટી-20માં બીજી સૌથી ઝડપી અડધી સદી છે.
ટી-20માં 8૦૦થી વધુ રન અને 50થી વધારે વિકેટનો રેકોર્ડ સર્જનારો થિસારા પરેરા શ્રીલંકાનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. જ્યારે આફ્રિદી, શાકીબ, ડ્વેન બ્રાવો અને મોહમ્મદ નાબી પછી ક્રિકેટ વર્લ્ડનો પાંચમો ક્રિકેટર બનવાની સિદ્ધી મેળવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -